તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુંજકા ગામે ભાડેથી રહેતાં પરપ્રાંતીય બે સંતાનના પિતાએ 8 વર્ષની બાળાનું અપહરણ કરી અવાવરૂ જગ્યા પર લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
પોલીસના જણાવ્યા અનુસાર મુંજકામાં ભાડેથી રહેતાં પરણેલા મરાઠી શખ્સે 8 વર્ષની એક બાળાને હવસનો શિકાર બનાવી હોવાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં રમવા ગયેલી બાળા લાંબો સમય સુધી ઘરે ન આવતાં તેના દાદી શોધવા નીકળ્યા હતાં. એ પછી બાળા ધૂળ ધૂળ થઇ ગયેલી હાલતમાં દોડી આવી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેની વિતક વર્ણવતા પરિવારજનો ચોંકી ગયા હતાં. ફરિયાદના આધારે તપાસ કરતા આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપી કિશોર તાવડે 31 માર્ચના રાત્રિના નવેક વાગ્યે ઘર પાસે રમતી 8 વર્ષની બાળાનો હાથ પકડી નજીકના પટમાં લઇ ગયો હતો અને ત્યાં સુવડાવી ‘હું કહું તેમ કરજે’ કહી મોઢે ડૂચો દઇ બળાત્કાર ગુજાર્યો હોવાનું કબૂલ્યું છે.
બાળાના દાદીએ પોલીસ ફરિયાદ કરી હતી
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર 8 વર્ષની બાળાના દાદીની ફરિયાદ પરથી મુંજકા ગામમાં જેસિંગભાઇ આહિરના મકાનમાં ભાડેથી રહેતાં કિશોર કેશવભાઇ તાવડે નામના મરાઠી શખ્સ સામે IPCની કલમ 363, 376 (B) અને પોક્સોની કલમ હેઠળ બાળાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.