દુઃખદ:વિસાવદરમાં દાઝી જવાથી રાજકોટના ઇજનેરનું મોત

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સબ સ્ટેશન રિપેર કરતી વખત પાવર ચાલુ થઇ જતાં લાગેલી આગમાં યુવક દાઝ્યો’તો

વિસાવદરમાં સબ સ્ટેશન રિપેર કરતી વખતે પાવર ચાલુ થઇ જતાં લાગેલી આગમાં દાઝી ગયેલા રાજકોટના યુવા ઇજનેરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. રાજકોટના નાનામવા રોડ પરના દાસીજીવણપરામાં રહેતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મયૂર નિલેશભાઇ દાફડા (ઉ.વ.23) જેકટોની પેટા કંપની હાઇટેકમાં બે મહિના પૂર્વે જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે વિસાવદરમાં નોકરી મળી હતી, ગત તા.3ના મયૂર દાફડા વિસાવદરના ઇશ્વરિયા ગામે સબ સ્ટેશન રિપેર કરતો હતો ત્યારે અચાનક જ પાવર ચાલુ થઇ જતાં કરંટ લાગ્યો હતો અને મયૂર દાઝી જતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું મંગળવારે રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મયૂર બે બહેનનો એકનો એક ભાઇ હતો, પુત્રના આકસ્મિક મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...