ભાવ-ઘટાડો:રાજકોટના વાહનચાલકોને રોજ 59 લાખની થશે રાહત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પેટ્રોલમાં 9.50 અને ડીઝલ રૂ.7નો ઘટાડો થતાં

શનિવારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવામાં પેટ્રોલમાં રૂ.9.50 અને ડીઝલમાં રૂ. 7નો ઘટાડો નોંધાયો છે. ભાવઘટાડાને કારણે રાજકોટના વાહનચાલકોને પેટ્રોલમાં દૈનિક રૂ.38 લાખ અને ડીઝલમાં રૂ.21 લાખની રાહત મળશે. રાજકોટમાં રોજનો પેટ્રોલનો વપરાશ 4 લાખ લિટર અને ડીઝલનો વપરાશ 3 લાખ લિટર થાય છે. તેમ રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું.

પેટ્રોલ-ડીઝલમાં આવેલો ભાવઘટાડો રવિવારે સવારે 6 કલાકથી લાગુ થશે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે લોકોએ વાહનનો વપરાશ પણ ઘટાડી દીધો હતો. અપડાઉન કરતા લોકો માસ ટ્રાન્સપોર્ટેશનનો વપરાશ કરવા લાગ્યા હતા તો બીજી તરફ શહેરમાં લોકો સાઇકલના વપરાશ તરફ વળ્યા હતા અને આ રીતે કરકસર કરતા હતા. હવે ભાવ ઘટતા લોકોને રાહત મળશે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલનો ભાવ રૂ.100ની ઉપર અને ડીઝલનો ભાવ રૂ.99 ની નજીક પહોંચ્યો હતો.

જિલ્લામાં કુલ વાહનો 15,68,333 નોંધાયા છે
રાજકોટ અને શહેર જિલ્લામાં કુલ વાહનો 15,68,333 નોંધાયા છે.જેમાં ટુ વ્હિલરની સંખ્યા 11,22,981 છે તો ફોર વ્હિલરની સંખ્યા 3,12,770 છે. એક અંદાજ મુજબ ટુ વ્હિલરમાં દર મહિને 60 થી 70 લિટર પેટ્રોલનો વપરાશ થાય છે અને ફોર વ્હિલરમાં દર મહિને 200 લિટર સુધી ઈંધણનો વપરાશ થતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...