તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણી પહેલા જિલ્લા ભાજપના બે જૂથ વચ્ચે ખેંચતાણ, મંત્રી જયેશ રાદડિયાનો સમાધાનનો પ્રયાસ

રાજકોટએક વર્ષ પહેલા
જિલ્લા ભાજપના બે જૂથ વચ્ચેની ખેંચતાણ દૂર કરવા મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં બેઠક મળી હતી
  • બન્ને જૂથમાંથી સર્વાનુમતે 15 નામ નક્કી કરી ફોર્મ ભરવામાં આવ્યા
  • જિલ્લા ભાજપના બે જૂથો વચ્ચે બેઠકની ફાળવણી માટે બેઠક યોજાઈ

રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીના મામલે આજે જિલ્લા બેંકમાં બેઠક મળી હતી. જિલ્લા ભાજપના બે જૂથો વચ્ચે બેઠકની ફાળવણી માટે બેઠક કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના બન્ને જૂથના આગેવાનો હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાની હાજરીમાં બન્ને જૂથો વચ્ચે સમાધાન માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે સખીયા, સંઘના ચેરમેન નીતિન ઢાંકેચા, લાલજી સાવલિયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, નાગદાન ચાવડા, સહકારી આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા, રમેશ રૂપાપરા, હરદેવસિંહ જાડેજા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

બંને જૂથમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેની ભારે ઉતેજના
બન્ને જૂથમાંથી સર્વાનુમતે 15 નામ નક્કી કરી ફોર્મ ભરવામાં આવ્યા હતા. બન્ને જૂથ વચ્ચે સમાધાન થાય તે માટે જયેશ રાદડિયાએ પ્રયાસો કર્યા હતા. જો તમામ બેઠકો બિન હરીફ થશે તો ચેરમેન અને વાઇસ ચેરમેન માટે પણ બન્ને જૂથો વચ્ચે ભારે ખેંચતાણની શક્યતાઓ છે. એક બાજુ ધારાસભ્ય અરવિંદ રૌયાણીનું જૂથ છે તો બીજી બાજુ વર્ષોથી જેમનું સંઘમાં રાજ છે તેવા નીતિન ઢાકેચાનું જૂથ છે. બંને જૂથમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે તેની ભારે ઉતેજના રાજકોટ જિલ્લાના રાજકારણમાં જોવા મળી રહી છે. સુત્રોની માનીએ તો હાલ તો બન્ને જૂથને જયેશ રાદડિયાએ સમજાવી દીધા છે. પણ મુખ્ય હોદ્દા માટે ખેંચતાણ થાય તેવી શક્યતાઓ છે.