તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો નિર્ણય:કોરોનાના વધતા કેસને લઇ રાજકોટ જિ.પં. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં 15 એપ્રિલ સુધી મુલાકાતીઓ માટે પ્રતિબંધ

રાજકોટ10 દિવસ પહેલા
  • કામ અત્યંત અગત્યનું હોય તો ફોનથી એપોઇન્ટમેન્ટ લેવા અનુરોધ

રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોના કહેરને પગલે આજે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને DDO અનિલ રાણાવસીયાએ કોરોના કહેરને પગલે જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં 15 એપ્રિલ સુધી મુલકાતીઓ માટે પ્રતિબંધ જાહેર કર્યો છે. છતાં પણ કોઈ અરજદારનું કામ અત્યંત અગત્યનું હોય તો તેનો ફોનથી એપોઇન્ટમેન્ટ લઈને આવી શકે છે. પરંતુ તેનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવો ફરજીયાત છે.

ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી
બીજી તરફ તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ હોસ્પિટલાઈઝેશન વધી રહ્યું છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે જોકે જે લોકોએ 10 દિવસ પૂરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ 14 દિવસ ન થાય ત્યાં સુધી ક્વોરન્ટીન રાખે છે. ક્વોરન્ટીનનો પણ કોઇ આંક રાખવામાં આવતો નથી.

મોરબીમાંથી રાજકોટ આવેલા સેમ્પલમાંથી 25 ટકા પોઝિટિવ
રાજકોટ આસપાસના વિસ્તારોમાંથી આરટીપીસીઆર ટેસ્ટ માટેના સેમ્પલ રાજકોટની લેબમાં તપાસાર્થે આવી રહ્યા છે. આ પૈકી મોરબીના સેમ્પલનો પોઝિટિવિટી રેશિયો વધુ આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર દરરોજ 2500 સેમ્પલના ટેસ્ટિંગ થઇ રહ્યા છે. આ પૈકી રાજકોટ જિલ્લામાંથી જે સેમ્પલ આવી રહ્યા છે તેનો પોઝિટિવિટી રેશિયો 8થી 10 ટકા જેવો છે જ્યારે મોરબીથી આવતા સેમ્પલનો રેશિયો 20થી 25 ટકા છે એટલે કે દર 100 સેમ્પલમાંથી 25 જેટલા પોઝિટિવ આવી રહ્યા છે જે રેશિયો ખૂબ જ ઊંચો કહેવાય.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો