નવતર પ્રયોગ:રાજકોટ જિલ્લા પોલીસ રાત્રી પેટ્રોલીંગ માટે સાઇકલનો ઉપયોગ કરશે, શાપર, વેરાવળ અને મેટોડા GIDCથી શરૂઆત કરવામાં આવશે

રાજકોટ24 દિવસ પહેલા
પેટ્રોલીંગનું મોનીટરીંગ GPS મેપ દ્વારા કરવામાં આવશે
  • સાઇકલમાં પેટ્રોલિંગ પર જનાર પોલીસકર્મી GPS સિસ્ટમથી સજ્જ હશે
  • પોલીસ હવે ધૂમ સ્ટાઈલથી થતા ક્રાઇમ સામે સાઇકલ ઉપર પેટ્રોલિંગ કરી ગુનેગારોનો સામનો કરશે

રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ડિપાર્ટમેન્ટમાં નવતર પ્રયોગ શરુ કરવામાં આવ્યો છે જેમાં પોલીસ હવે સાઇકલ ઉપર પેટ્રોલિંગ કરશે જેને સાઇકલ પ્રહરી નામ આપવામાં આવ્યું છે.આજે મેટોડા GIDC ગેઇટ નંબર - 3 ખાતે પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા પોલીસના આ સાઇકલ પેટ્રોલીગનો આરંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં શાપર, વેરાવળ અને મેટોડા GIDCથી પેટ્રોલિંગની શરૂઆત કરવામાં આવશે.

પોલીસ અધિક્ષક બલરામ મીણા
પોલીસ અધિક્ષક બલરામ મીણા

પેટ્રોલીંગનું મોનીટરીંગ GPS મેપ દ્વારા કરવામાં આવશે : પોલીસ અધિક્ષક
આ અંગે પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું હતું કે, આજે અમે 'સાઇકલ પ્રહરી' પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે. હવેથી જિલ્લાના દરેક પોલીસ મથકમાં પણ આગામી દિવસોમાં તેનો અમલ કરવામાં આવશે. રાજકોટ જીલ્લાના મેટોડા અને શાપર વિસ્તારમાં સાયકલ પ્રહરી દ્વારા પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે અને દારૂ-જુગાર તથા ચોરીના બનાવો બનતા આટકાવવા માટે પોલીસ હવે સાઇકલ ઉપર પેટ્રોલિંગ કરશે. સાયકલીંગથી પેટ્રોલિંગ કરવાથી પોલીસની હેલ્થ સારી રહે છે, કારમાં પેટ્રોલીંગ કરવાથી ઘણીવાર રોડની બંને સાઇડનું વિઝન સ્પષ્ટ નથી દેખાતુ જે સાયકલમાં જોઇ શકાય છે. સ્તર્વ મોબાઇલ એપની મદદથી સાઇકલ પ્રહરી ગૃપના રૂટના પેટ્રોલીંગનું મોનીટરીંગ GPS મેપ દ્વારા કરવામાં આવશે.

પેટ્રોલીંગનું મોનીટરીંગ GPS મેપ દ્વારા કરવામાં આવશે
પેટ્રોલીંગનું મોનીટરીંગ GPS મેપ દ્વારા કરવામાં આવશે

ધૂમ સ્ટાઈલથી થતા ગુના સામે સાઇકલ ઉપર પેટ્રોલિંગ
અત્રે ઉલેખનીય છે કે ભારતમાં બ્રિટીશ કાળથી પોલીસ દ્વારા સાઇકલ ઉપર તેમજ ઘોડા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવતું બાદમાં સમય જતા આધુનિકતા આવતા સ્કુટર અને કારમાં પોલીસ પેટ્રોલીગ કરતી રાજકોટ જિલ્લા પોલીસ હવે આધુનિક યુગમાં ફરીથી બ્રિટીશ કાળની પદ્ધતિ અપનાવી રહી છે.અત્યારે ચોર અને લુટારુઓએ ધૂમ સ્ટાઈલથી ગુનાને અંજામ આપે છે ત્યારે પોલીસ હવે ધૂમ સ્ટાઈલ સામે સાઇકલ ઉપર પેટ્રોલિંગ કરી ગુનેગારોનો સામનો કરશે.