તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારોબારી બેઠક:રાજકોટ જિલ્લા પંચાયતની આજે પ્રથમ કારોબારી, 7 ઠરાવ પસાર થશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારેવાડા અને વાળાધરી ગામે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

રાજકોટ જિલ્લા પંચાયતની નવી બોડીની આજે પ્રથમ કારોબારી બેઠક મળશે, જેમાં કુલ 17 મુદ્દાનો સમાવેશ કર્યો છે. સાથે કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાનેથી 7 ઠરાવ પસાર કરાશે, જેમાં રાજકોટના પારેવાડા અને ગોંડલના વાળાધરી ગામે લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાશે જેના માટે વિકાસ કમિશનર દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવી છે.

બીજી તરફ છત્રાસા ઝાપોદળ વચ્ચેના રોડના કામનું ટેન્ડર પણ મંજૂર કરાશે અને બાંધકામ સમિતિની મંજૂરીની અપેક્ષાએ કારોબારીમાં પણ બહાલી અપાશે. જસદણ તાલુકા અને વીંછિયા તાલુકાના વિવિધ રોડ પર આસ્ફાલ્ટ પેચ વર્કની પ્રાથમિક મંજૂરીની બહાલી બેઠકમાં અપાશે અને તેની મંજૂરી સમિતિની બેઠકમાં આપશે. બીજી તરફ જિલ્લા પંચાયતની બાળ વિકાસ યોજના હેઠળ જિલ્લાની પી.ઓ કચેરી અને તેની 12 ઘટક કચેરીમાં આઉટ સોર્સિંગ એજન્સી મારફતે વાહનો ભાડે આપવા તથા વર્ષ 2021-22 માટે 15માં નાણાપંચ હેઠળ પી.એમ.યુ અંતર્ગત ભરતી કરવા કારોબારીમાં નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...