તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીડિયો વાઇરલ:રાજકોટ જિ.પં.ના કોંગી ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા 10 લાખની ઓફર, ફોર્મ પરત ન ખેંચે તો મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ

રાજકોટ18 દિવસ પહેલા
જિલ્લા પંચાયતની દડવી બેઠકનાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર સોનલ રાજેશભાઈ બગડાએ વીડિયો વાઇરલ કર્યો.
  • ભાજપના 3 માણસો ઉમેદવારના ઘરે જઈ રૂપિયા 10 લાખની ઓફર કર્યાનો આક્ષેપ
  • મહિલા ઉમેદવારે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે અનશનની માગણી કરી

રાજકોટ જિલ્લા પંચાયતની દડવી બેઠકનાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર સોનલ રાજેશભાઈ બગડાને ફોર્મ પરત ખેંચવા ધમકી આપી રૂપિયા 10 લાખની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથેનો વીડિયો વાઇરલ થયો છે. ગત 14 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રિના ભાજપના 3 માણસો ઉમેદવારના ઘરે જઇ રૂપિયા 10 લાખની ઓફર કરી ફોર્મ પરત ખેંચવા કહ્યું હતું.

જામકંડોરણા પોલીસે ફરિયાદ ન લીધાનો આક્ષેપ
જોકે ફોર્મ પરત ખેંચવા ઇનકાર કરતાં જાનથી મારી નાખવા ધમકી આપી હોવાનો આક્ષેપ મહિલા ઉમેદવાર સોનલબેન બગડા દ્વારા કરવામાં આવ્યો છે. સોનલબેને વીડિયોમાં જણાવ્યું છે કે ધમકી મળતાં તરત હું વહેલી સવારે 4 વાગ્યે જામકંડોરણા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ પોલીસે મારી ફરિયાદ લીધી ન હતી, આથી હું રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે અનશનની માગણી કરી રહી છું. જામકડોરણા તાલુકા પોલીસ સ્ટેશનના PSI જે. યુ.ગોહેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારની અરજી લીધી છે. જેને આધારે તપાસ હાથ ધરાઇ છે. બંને પક્ષો તરફથી આક્ષેપો થયા છે.

વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો.
વીડિયો વાઇરલ થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો.

રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક
રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો છે અને એને માટે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ઉમેદવારીપત્રક નોંધાવ્યું છે અને આજે આ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે, જેમાં અપક્ષ ઉમેદવાર સહિત કુલ 3 ફોર્મ રદ થવાની શક્યતા જોવાઇ રહી છે.

જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખને ટિકિટ ન મળી
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત માટે 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરિયા અને પૂર્વ ઉપ-પ્રમુખ સુભાષ માંકડિયા તેમજ અવસર નાકિયાની બાદબાકી કરવામાં આવી છે. અવસર નાકિયાને જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે હાર મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો