તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:રાજકોટ જિ.પં.ના ભાજપના 36 ઉમેદવારો જાહેર, કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જનારને ટિકિટ મળી

રાજકોટ23 દિવસ પહેલા
કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર નિલેશ વિરાણીને ટિકિટ અપાઇ
  • નિલેશ વિરાણી કોંગ્રેસમાં હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 36 બેઠક છે. ભાજપે 36 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં પક્ષ પલ્ટો કરીને જનારા લોકોને પ્રાધાન્ય આપ્યું છે. કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાનાર નિલેશ વિરાણીને ટિકિટ આપાવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ.
રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ.

નિલેશ વિરાણી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે
ગત ટર્મમાં કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસ શાસીત જિલ્લા પંચાયતમાં નિલેશ વિરાણી પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. પરંતુ આંતરિક ઝગડાને કારણે નિલેશ વિરાણીએ બળવો કરી પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા. ભાજપે નિલેશ વિરાણીને ટિકિટ આપતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ.
રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ.

2 વર્ષ પહેલાં પુરષોતમ રૂપાલાની હાજરીમાં નિલેશ વિરાણી ભાજપમાં જોડાયા હતા
કોંગ્રેસના આંતરિક ખટરાગથી પ્રભાવિત થઈને નિલેશ વિરાણીએ આજથી 2 વર્ષ પહેલાં, 27 માર્ચ 2019ના રોજ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કૃષિ મંત્રી પુરષોતમ રૂપાલાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. અને કોંગ્રેસ સામે વિરોધનો મોરચો માંડ્યો હતો.

નિર્મળાબેન ધનજીભાઈ ભુવા(સાંણથલી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર) અને રામભાઈ ભીમભાઈ સાંકળીયા (કમળાપુર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર).
નિર્મળાબેન ધનજીભાઈ ભુવા(સાંણથલી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા ઉમેદવાર) અને રામભાઈ ભીમભાઈ સાંકળીયા (કમળાપુર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર).

જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવે તેવી તૈયારી કરાઇ- જયેશ રાદડિયા
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી સાથે પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પર ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયતની અંદર ભાજપનું શાસન આવે તે માટે તમામ કાર્યકરો થનગની રહ્યાં છે. 100 ટકા પરિણામ ભાજપને મળે તેવી તૈયારી કરાઇ છે.

મુકેશભાઈ નાથાભાઇ મેર (ભાડાલા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર).
મુકેશભાઈ નાથાભાઇ મેર (ભાડાલા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર).
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો