તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot District Panchayat's Budget Of Rs. 24.25 Crore For The Year 2021 22 Approved, Provision Of Rs. 22 Lakh For The Best Gram Panchayat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું 24.25 કરોડનું બજેટ મંજૂર, શ્રેષ્ઠ ગ્રામપંચાયત માટે 22 લાખની જોગવાઈ

રાજકોટ2 મહિનો પહેલા
નવી બોડીનું આ પહેલું બજેટ હતું
  • ખેતી ખર્ચ ઘટે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું- જિ.પં.ના પ્રમુખ

રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-222ના વર્ષનું રૂ.24.25 કરોડનું બજેટ આજે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ભુપત બોદરના પ્રમુખ સ્થાનેથી રજૂ થતાં સર્વાનુમતે મંજૂર કરાયું હતું. આ બજેટમાં ખેડૂતોના વિકાસ તેમજ પશુપાલકો માટે ખાસ જોગવાઈ કરાઈ છે. શ્રેષ્ઠ ગ્રામપંચાયત માટે 22 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

નવી બોડીનું આ પહેલું બજેટ હતું
રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા વરાયેલા પ્રમુખ ભુપત બોદાર દ્વારા વર્ષ 2021-22નું રૂપિયા 24.25 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટને સામાન્ય સભામાં રજુ કરવામાં આવતા તેને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી બોડીનું આ પહેલું બજેટ હતું, બજેટમાં શ્રેષ્ઠ ગ્રામપંચાયત માટે 22 લાખની જોગવાઈ, ઉત્તમ તાલુકા માટે 5 લાખની જોગવાઈ, વિકાસ કામો માટે 7 કરોડ અને 92 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર
જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર

સરપંચોને સ્વતંત્ર ખર્ચ કરવાની સત્તા
પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સાધનો માટે અને શાળા કમ્પાઉન્ડ વોલ માટે તેમજ રંગરોગાન માટે 5 લાખની જોગવાઈ સાથે પીવાના પાણીની સુવિધા વધારવા માટે 10 લાખનો ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, આ સહિતના 23 જેટલા અલગ અલગ વિકાસ કામોનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. તો ગામડાના તળાવો ઊંડા ઉતારવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સરપંચોને સ્વતંત્ર ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી છે આ માટેની રાજ્ય સરકારને ભલામણ પણ કરવામાં આવી છે.

નવી બોડીનું આ પહેલું બજેટ હતું
નવી બોડીનું આ પહેલું બજેટ હતું

ખેતી ખર્ચ ઘટે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું - જિ.પં. પ્રમુખ
આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, અમે બજેટમાં ખાસ રાજકોટ જિલ્લાના ખેડૂતોના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતોને કોઈ પણ રીતે અડચણ ઉત્પન્ન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને ખેતી ખર્ચ ઘટે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. ઉલ્લેખનીય છે કે પંચાયત પ્રમુખે જિલ્લાના તમામ વિકાસના પાસાઓને આવરી લઈ આવશ્યક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખી આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો