તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇ ગઇકાલે ભાજપ દ્વારા 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે જાહેર થયેલા ઉમેદવારો રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે એકત્રિત થયા હતા. ઢોલ-નગારાના તાલે ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. હાસ્યકલાકાર ધીરૂભાઇ સરવૈયાએ કહ્યું હતું કે, કબડ્ડીનો ખેલ છે જે લીટી પાર કરે એ જીતશે. જો કે, ભાજપ કોરોનાને આમંત્રણ આપતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા
મોટી સંખ્યામાં સમર્થકો સાથે એકત્રિત થઇ ઉમેદવારોએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. બાદમાં 12.39ના વિજય મુહૂર્ત પર ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક નોંધાવશે.આ સમયે નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. કેટલાક કાર્યકર્તાઓના ચહેરા પર માસ્ક પણ જોવા મળ્યું ન હોવાથી કોરોનાને નિમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
ગત ટર્મમાં ભાજપે બે બેઠક મેળવી હતી
ફોર્મ ભરતા સમયે જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. ધીરુભાઇ સરવૈયાએ હાસ્યાસ્પદ રીતે વાત કરતા જણાવ્યું હતું કે, આ તો કબડ્ડી કબડ્ડીનો ખેલ છે જે લીટી પાર કરે એ જીતે છે આ રમત. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં ભાજપના માત્ર 2 ઉમેદવારો જીત મેળવી જિલ્લા પંચાયતમાં ભાજપની આબરૂ રાખી હતી.
કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં આવેલાને ટિકિટ અપાઇ
ગત ટર્મમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર ધ્રુપદબા જાડેજાને બાદ કરી કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં આવેલા નિલેશ વિરાણીને ટિકિટ આપવામાં આવી છે. નિલેશભાઈ વિરાણી કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત તોડવામાં નિષ્ફળ થયેલી ભાજપ આ વર્ષે જિલ્લા પંચાયત પોતાના કબ્જે કરવા સફળ થશે કે કેમ તેના પર સૌ કોઇની નજર મંડરાયેલી છે.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.