• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot District Panchayat President's Letter To CM Bhupendra Patel: Get A Re survey Done In The District To Get Information About The Affected Area.

અવ્યવસ્થા:રાજકોટ જિ.પંચાયતના પદાધિકારીઓમાં સંકલનનો અભાવ, પ્રમુખે CMને રી-સર્વે કરવા પત્ર લખ્યો, DDOએ કહ્યું : એક પણ ગામમાં સર્વે બાકી નથી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
DDO દેવ ચૌધરી ( ડાબી તરફ) અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર ( જમણી તરફ) - Divya Bhaskar
DDO દેવ ચૌધરી ( ડાબી તરફ) અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર ( જમણી તરફ)
  • જિલ્લાના 156 ગામોમાં પાકને વધુ નુકસાન થયું છે : DDO
  • નુકસાનગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવવા જિલ્લામાં રી-સર્વેની કામગીરી કરાવો : જિ.પંચાયત પ્રમુખ

રાજકોટ જિલ્લા પંચાયતના પદાધિકારીઓમાં સંકલનનો અભાવ હોય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. જિલ્લામાં થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદના પગલે મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું જેના કારણે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ તાલુકામાં નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 595માંથી 156 ગામમાં ભારે વરસાદથી નુકસાન થયાનું સામે આવ્યું છે. આ મુદ્દે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે CM ભુપેન્દ્ર પટેલ પાસે જિલ્લામાં રી-સર્વે કરાવવા પત્ર લખી રજુઆત કરી જેમાં તેમણે લખ્યું હતું કે, નુકસાનગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવવા જિલ્લામાં રી-સર્વેની કામગીરી કરાવો. જયારે DDO દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં એક પણ ગામમાં સર્વે બાકી નથી.સરકાર કહેશે તો રી-સર્વે કરશું. બાકી અમારા સર્વેમાં કોઈ ભૂલ નથી.

રસ્તા પર મોટા ખાડા પડ્યા - ફાઈલ તસ્વીર
રસ્તા પર મોટા ખાડા પડ્યા - ફાઈલ તસ્વીર

ભારે વરસાદના પગલે નુકસાની
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદના પગલે નુકસાની માટે સર્વે અલગ અલગ ટિમો દ્વારા અલગ અલગ તાલુકાઓમાં કરવામાં આવ્યો હતો. હાલ રાજયમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજયના જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર એમ કુલ 4 જિલ્લાનાકલેકટર તરફથી મળેલ નુક્સાનગ્રસ્ત વિસ્તારમાં SDRF ઉપરાત રાજય બજેટમાંથી 'કૃષિ રાહત' પેકેજ' આપવાની જાહેરાત કરવામાં આવેલ છે ત્યારે રાજય સરકારના ખેડૂતો પ્રત્યેના આ નિર્ણય બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવુ છુ.

રામનાથપરામાં ઘરની દીવાલો ધરાશાયી - ફાઈલ તસ્વીર
રામનાથપરામાં ઘરની દીવાલો ધરાશાયી - ફાઈલ તસ્વીર

ખેડૂતોને 'કૃષિ રાહત પેકેજ' નો લાભ મળી શકશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આ સહાયનો લાભ વધુને વધુ ખેડુતોને મળે તે માટે રાજકોટ જિલ્લાના ગામોમાં રી-સર્વે કરાવવામાં આવે તો કોઈપણ અસરગ્રસ્ત ખેડુત સહાયથી વંચિત ન રહે.આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગામોમાં ફરી રી-સર્વેની કામગીરીથી નુકસાનગ્રસ્ત વિસ્તારની માહિતી મળવાથી વધુને વધુ ખેડૂતોને રાજય સરકારના 'કૃષિ રાહત પેકેજ' નો લાભ મળી શકશે અને રાજય સરકારના 'છેવાડા ના માનવી સુધી વિકાસના ફળ પહોંચે' તે હેતુ સિધ્ધ થશે. તો આપ સાહેબશ્રી તરફથી રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં રી-સર્વેની કામગીરી થાય એ માટે આપ સાહેબને મારી ખાસ ભલામણ છે.