તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદ માટે ઘમાસાણ:રાજકોટ જિ.પં.ના પ્રમુખપદ માટે ખેંચતાણ, ભુપત બોદર સામે પી.જી. ક્યાડાનું નામ મૂકાતા ભાજપના બે જુથ વચ્ચે જ આંતરિક ખટરાગ

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે ભુપત બોદરનું નામ આગળ.
  • ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી વખતે મતભેદ થતા નિર્ણય પડતર
  • તાલુકા પંચાયતમાં પાટીદાર મહિલાને પ્રમુખપદ આપવા માટેનું નક્કી થયું છે

રાજકોટ મહાનગરપાલિકામાં મેયર સહિત હોદ્દેદારોની નિમણુંકને લઇને ભારે રસાકસી થઇ હતી. બાદમાં ડો.પ્રદીપ ડવને મેયર બનાવાયા હતા. હવે રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ઘમાસાણ થઇ છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખપદના પ્રબળ દાવેદાર ત્રંબા બેઠક પરથી વિજયી બનેલા ભુપત બોદરના નામ સામે હવે પી.જી. ક્યાડાનું નામ મજબૂતાઇથી મૂકાયું હોવાથી રાજકારણ ગરમાયું છે. ભાજપના જ બે જુથ વચ્ચે આંતરિક ખટરાગ સપાટી પર આવ્યો છે.

તાલુકા પંચાયતમાં પાટીદાર મહિલાને પ્રમુખપદ અપાશે
રાજકોટ તાલુકા પંચાયતમાં પાટીદાર મહિલાને પ્રમુખપદ આપવાનું નક્કી થયું છે. કારોબારી અધ્યક્ષ તરીકે કડવા પટેલ અને ઉપપ્રમુખ તરીકે બક્ષીપંચ સમાજના સભ્ય રહેશે. સૌથી વધુ ખેંચતાણ જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે છે. ત્રંબાથી ચૂંટાયેલા ભુપત બોદર સામે જેતપુર તાલુકામાંથી ચૂંટાયેલા પૂર્વ ઉપપ્રમુખ પી.જી. ક્યાડાનું નામ ગાંધીનગરમાં ભાજપની યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડમાં મજબૂતાઈથી મૂકવામાં આવ્યું છે. બે જુથો વચ્ચેની ખેંચતાણને કારણે નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ પર છોડવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના જિલ્લામાં જ જુથવાદ જેવું વાતાવરણ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ખુલ્લું પડી જતા ચર્ચા જાગી છે. આંતરિક કાવાદાવા વચ્ચે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય રાખવાની રૂડી વાતો પણ થઈ રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના નામની આવતીકાલે જાહેરાત થશે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના નામની આવતીકાલે જાહેરાત થશે.

જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠક પર ભાજપનો વિજય થયો
જિલ્લા પંચાયતમાં 36માંથી 25 બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભુપત બોદરને જે રીતે ચૂંટણી લડાવીને જીતાડવામાં આવ્યા છે તે જોતા પ્રમુખપદ માટે તેઓ એક માત્ર ઉમેદવાર ગણાતા હતા. પરંતુ જિલ્લા ભાજપના બીજા જુથે પી.જી. ક્યાડાની સિનીયોરિટી આગળ ધરી તેમને જ પ્રમુખ બનાવવા આગ્રહ રાખ્યો છે. સામાન્ય રીતે એક નામ અથવા પેનલના કોઇ પણ એક નામને પસંદ કરવા રજુઆત થતી હોય છે તેના બદલે પાર્લામેન્ટરી બોર્ડમાં બન્નેના નામ માટે સામસામી ખેંચતાણ થયાનું જાણવા મળ્યું છે. બેની લડાઈમાં કોઇ ત્રીજુ જ નામ આવી જાય તો નવાઈ નહીં.

ભુપત બોદર ત્રંબા બેઠક પરથી વિજયી બન્યા છે.
ભુપત બોદર ત્રંબા બેઠક પરથી વિજયી બન્યા છે.

ઉપપ્રમુખ પદે ગોંડલના સહદેવસિંહ જાડેજાનું નામ આગળ
ઉપપ્રમુખપદ માટે ગોંડલના સહદેવસિંહ જાડેજાનું નામ આગળ છે. તેમને કારોબારી ચેરમેનપદ પણ મળી શકે છે. ઉપપ્રમુખપદ મહિલાને આપવાનો નિર્ણય થાય તો સુમિતાબેન ચાવડા અને જસદણ તાલુકાના સવિતાબેનનું નામ ચર્ચામાં છે. પ્રમુખ ક્યાં તાલુકામાંથી અને કંઇ જ્ઞાતિમાંથી બનાવાય છે તેના આધારે બાકીના પદાધિકારીઓની પસંદગી થશે. જયંતીભાઈ બરોચીયા, વિરલ પનારા, રાજુ ડાંગર વગેરે નામ પણ મહત્વના પદો માટે ચર્ચામાં છે. સોમવારે નામ જાહેર થાય તેવી શક્યતા છે. મંગળવારે ફોર્મ ભરવાનો દિવસ છે. બુધવારે ચૂંટણી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો