તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટાચૂંટણીના પરિણામ બાદ મળશે કારોબારી
  • પેટાચૂંટણીવાળી બે બેઠક પર નિર્ણય નહીં લેવાય

રાજકોટ જિલ્લામાં પેટાચૂંટણીના માહોલ વચ્ચે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. જોકે જસદણ તાલુકાની બે બેઠક પર ચૂંટણી હોવાથી આ બેઠકને સામાન્ય સભામાંથી બાકાત રાખવામાં આવશે. જ્યારે કારોબારી બેઠક સ્થગિત કરવામાં આવી હોવાથી તે પેટાચૂંટણીના પરિણામ બાદ મળશે.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રસ પાસે છે. જેમાંથી બે સભ્યનું કોરોનાની બીજી લહેરમાં અવસાન થતાં બે બેઠક ખાલી પડી છે. જસદણના શિવરાજપુર અને સાણથલી બેઠક માટે 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી વિપક્ષે સામાન્ય સભા સામે સવાલ ઉઠાવ્યા હતા.

ચૂંટણીવાળી બેઠક પરના મતદારોને આકર્ષવા સામાન્ય સભા મળતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સામાન્ય સભા સ્થગિત કરવા ડીડીઓને રજૂઆત કરી હતી. ત્યારે આજે મળનારી સામાન્ય સભાને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આચારસંહિતાનો ભંગ ન થાય તે રીતે સભા મળશે. શિવરાજપુર અને સાણથલી બેઠક અંગે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. બીજી તરફ 20મી સપ્ટેમ્બરે મળનારી કારોબારી બેઠક હવે પેટાચૂંટણીના પરિણામ બાદ મળશે. કોરોના મહામારીમાં ભાજપ અને કોંગ્રેસના એક એક પંચાયતના સભ્યોનું મોત થતા અહીં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...