તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, શાપર-વેરાવળ અને વીંછિયાને નગરપાલિકાનો દરજ્જો આપવા ઠરાવ કરાયો

રાજકોટ9 મહિનો પહેલા
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી
  • શાપર-વેરાવળ અને વીંછિયા હાલ ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા મળી હતી. વર્તમાન ચૂંટાયેલી પાંખની અંતિમ સામાન્ય સભા આજે મળી હતી. જેમાં શાપર-વેરાવળ અને વીંછિયાને નગરપાલિકાનો દરજ્જો આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. શાપર-વેરાવળ હાલ ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવે છે. અધ્યક્ષસ્થાનેથી આજે શાપર-વેરાવળ માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.

વીંછિયાના લોકોને જસદણ આવવું પડે છે
આજે જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા મળી હતી. વીંછિયા ગ્રામ પંચાયતને પણ નગરપાલિકાનો દરજ્જો આપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. બંને નગરપાલિકા બને તો આ વિસ્તારનો વિકાસ આગળ વધી શકે છે. વીંછિયાના લોકોને નગરપાલિકાના કામ માટે 25 કિમી દૂર જસદણ આવવું પડે છે. તેમજ ઘણીવાર લોકોને ધક્કા પણ થાય છે. આથી વીંછિયાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો લોકોને પોતાના જ વિસ્તારમાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું
રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે મળેલી સામાન્ય સભામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું જોવા મળ્યું હતું. તેમજ જિલ્લા પંચાયતના સભ્યોએ કોરોના મહામારીને કારણે માસ્ક પણ પહેર્યા હતા.