બેઠક:રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિની સોમવારે બેઠક

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક બાદ સોમવારના રોજ બાંધકામ સમિતિની બેઠક યોજાશે, જેમાં 10 મુદ્દાનો એજન્ડા તૈયાર કરવામાં આવેલો છે. એટલું જ નહીં, આ બેઠકમાં અનેક એવા મુદ્દાઓ છે જે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં વિવિધ સહકારી મંડળી અને ગ્રામપંચાયત દ્વારા 4 કામોને મંજૂર કરવામાં આવશે, જેમાં જેતપુર તાલુકાના નવાગઢ ગામ ખાતે આવેલા પશુ દવાખાનાને 10.48 લાખના ખર્ચે રિપેર કરવા માટેની મંજૂરી આપવામાં આવશે, જે અંગેનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવશે તો સામે પડધરીના દેપાળિયા, જેતપુરનું થાણાગાલોળ અને રાજકોટના લોઠડા ખાતે નવી આંગણવાડી બનાવવામાં આવશે.

પરંતુ અજુગતું એ છે ત્રણ ગામમાં જે આંગણવાડી બની રહી છે, તેની તમામ એજન્સી અલગ અલગ છે, છતાં થાણાગાલોળ અને લોઠડામાં સિંગલ ટેન્ડર આવેલું હતું, તો તેનું શું રીટેન્ડરિંગ થયું છે કે કેમ ? બીજી તરફ વીંછિયા તાલુકાના જનડા ગામે નવું ગ્રામ પંચાયત બિલ્ડિંગ બનાવવામાં આવશે. જેના માટે જે ટેન્ડરની રકમ રાખવામાં આવી હતી, તેનાથી જે તે એજન્સીએ 13.30 ટકા નીચા ભાવે ટેન્ડર ભર્યું છે, જેને સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવશે તો સામે જસદણના સાણથલી ગામે સેજા ઓફિસનું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી કારોબારીમાંથી મળી છે, જેમાં 15 લાખ સુધીના કામની મંજૂરી સીધી જ સમિતિ દ્વારા આપવામાં આવશે, જેથી જે વિલંબ થતો હતો, તે હવે નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...