તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:રાજકોટ જિ.પં.ના કોંગ્રેસના 36 ઉમેદવારો જાહેર, જસદણ વિધાનસભા બેઠક પર બાવળિયા સામે હારેલા અવસર નાકિયાની બાદબાકી

રાજકોટ22 દિવસ પહેલા
ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલા કોંગ્રેસના દાવેદારોએ ફોર્મ ભર્યા.
  • જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયાની પણ બાદબાકી કરવામાં આવી
  • રાજકોટ જિલ્લા પંચાયતને બચાવનાર અર્જુન ખાટરીયાને રિપીટ કરવામાં આવ્યા

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે સવારના સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત માટે 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા અને પૂર્વ ઉપ પ્રમુખ સુભાષ માંકડીયા તેમજ અવસર નાકિયાની બાદબાકી કરવામાં આવી છે. અવસર નાકિયાને જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના કુંવરજી બાવળિયા સામે હાર મળી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતની કોંગ્રેસની યાદી
રાજકોટ જિલ્લા પંચાયતની કોંગ્રેસની યાદી

જિલ્લા પંચાયતને બચાવનાર અર્જુન ખાટરીયાને રિપીટ કરાયા
બીજી તરફ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતને બચાવનાર અર્જુન ખાટરીયાને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ભાજપ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગત ટર્મમાં ભાજપનો જિલ્લા પંચાયતમાં બે બેઠક પર વિજય થયો હતો. બાદમાં જિલ્લા પંચાયતને તોડવા માટે પ્રયાસો શરૂ થયા હતા.

રાજકોટ જિલ્લા પંચાયતની કોંગ્રેસની યાદી
રાજકોટ જિલ્લા પંચાયતની કોંગ્રેસની યાદી

કોંગ્રેસની યાદી જાહેર થાય તે પહેલાં જ ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી ગયા
રાજકોટ શહેર કોંગ્રેસની જેમ જિલ્લા કોંગ્રેસમાં પણ કકળાટ હોવાના કારણે ઉમેદવારોની યાદી જાહેર કરવા થોડું મોડું થયું હતું. જો કે આમ છતાં પણ કેટલાક મુખ્ય આગેવાનોને ફોનથી જાણ કરી દેતા તેઓ આજે યાદી જાહેર થાય તે પહેલાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયા સામે હાર થતા તેમને આ વખતે જિલ્લા પંચાયત ચૂંટણીમાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની કોંગ્રેસની યાદી
રાજકોટ જિલ્લા પંચાયતની કોંગ્રેસની યાદી
અવસર નાકિયા અને અલ્પાબેન ખાટરીયાની બાદબાકી.
અવસર નાકિયા અને અલ્પાબેન ખાટરીયાની બાદબાકી.

શહેરીજનોને મતદાન અવશ્ય કરવાનો અનુરોધ કરતા કલેકટર
21 ફેબ્રુઆરીના રોજ યોજનાર સ્થાનિક સ્વરાજ્યની અંગે રાજકોટના કલેકટર રેમ્યા મોહને શહેરીજનોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈ મતદાન અવશ્ય કરવા અપીલ કરી છે. તેમણે મતદાન કરવા માટે અનુરોધ કરતાં જણાવ્યું છે કે, આગામી તા. 21-2-2021 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં કોવીડ - 19 ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ પ્રત્યેક મતદારને સોશીયલ ડીસ્ટન્સની સાથે માસ્ક પહેરી મતદાન અવશ્ય કરવા અને ઈલેકટ્રોનિક વોટીંગ મશીનમાં રજીસ્ટર બટન દબાવી તેમના વોટને રજીસ્ટર કરવા અપીલ પણ કરી હતી. તેમણે લોભ - લાલચ વિના યોગ્ય ઉમેદવારને મત આપી લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી બનવા પણ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો