તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:રાજકોટ જિ. પં.ની 36 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ફોર્મ માન્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના કુલ 844માંથી 300થી વધુ ફોર્મ રદ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા પંચાયતની ફાઇલ તસવીર.
  • ત્રંબા-સરધાર-બેડલા-કુવાડવા સહિતની બેઠકોમાં શાંતિપૂર્ણ ચકાસણી
  • ડમી, અપક્ષ, NCP, આપ સહિતના કુલ 300થી વધુ ફોર્મ રદ

રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો માટે આજે જૂની કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતની કચેરી ખાતે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. આજે ચકાસણી વખતે અર્જુન ખાટરિયા, ભુપત બોદર અને ચેતન પટેલ, બાબુભાઇ નસીત વગેરે ઉપસ્થિત રહ્યા હતા બન્ને પક્ષના લગભગ તમામ ફોર્મ માન્ય રહ્યા છે. કુલ 844માંથી 300થી વધુ ફોર્મ રદ થયા છે.

જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકો પર પણ ચકાસણી
રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક, અને જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટે વિવિધ રિર્ટનિંગ ઓફીસરો પાસે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. બપોરે 2 વાગ્યે 70 ટકા ચકાસણી પૂર્ણ થઇ હતી. રિપોર્ટ મુજબ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના તમામ ફોર્મ માન્ય રહ્યા છે. 1થી 2 બેઠક અંગે વિવાદ છે, તે અંગે સાંજે ફાઇનલ થશે. બપોરે 2 વાગ્યાના રિપોર્ટ મુજબ કુલ 844 ફોર્મ ભરાયા તેમાં 300થી વધુ ફોર્મ રદ થયા છે.

ભાજપ-કોંગ્રેસના ડમી ફોર્મ રદ થયા
રાજકોટ જિલ્લા પંચાયતની પડધરી-કોટડા સાંગાણી-લોધીકા બેઠકની ચકાસણી પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઇ દ્વારા કરાઇ હતી. તેમાં NCPનું એક ફોર્મ રદ થયું હતું અને એક ફોર્મ અપક્ષનું ટેકનિકલ કારણોસર રદ થયું હતું. સિટી પ્રાંત-2 ચરણસિંહ ગોહીલે બેડલા, કુવાડવા, કસ્તુરબાધામ, સરધાર સહિત કુલ 6 બેઠક માટે ચકાસણી કરી હતી. જેમાં કુલ 39 ફોર્મ ભરાયા તેમાં 12 ફોર્મ રદ થયા હતા. જેમાં ભાજપ-કોંગ્રેસના ડમી ફોર્મ ઉપરાંત આપનું ફોર્મ વયમર્યાદાને કારણે, NCPનું ફોર્મ મેન્ડેટ ન હોવાને કારણે, અપક્ષનું ફોર્મ પૂરતા ટેકેદારો રજૂ ન કર્યાના કારણે રદ થયું હતું.

ચકાસણીના એક પણ સ્થળે કોઇ મોટો વિવાદ નહીં
ગોંડલ, જેતપુર, જસદણ, વિંછીયા, ઉપલેટા, જામકંડોરણા સહિતની જિલ્લા પંચાયતની બેઠકોની ચકાસણી પૂર્ણ થઇ છે અને ભાજપ-કોંગ્રેસના તમામના ફોર્મ માન્ય રહ્યાં છે.
રાજકોટ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકમાંથી 11 બેઠકોની ચકાસણી તાલુકા મામલતદાર કથિરીયા સમક્ષ ચાલી રહી છે. અહીં કુલ 68 ફોર્મ ભરાયા હતા. જેમાં 39 ફોર્મની ચકાસણી થઇ હતી. તેમાં ભાજપ-કોંગ્રેસના ફોર્મ માન્ય રહ્યાં છે. જ્યારે અપક્ષના ફોર્મ રદ થયા છે. ચકાસણીના એક પણ સ્થળે કોઇ મોટો વિવાદ બહાર આવ્યા નથી. એક ચરખડી બેઠક ઉપર વિવાદ ઉભો થયો છે તે અંગે માર્ગદર્શન મેળવાઇ રહ્યું છે.

અર્જુન ખાટરિયા સામેના અપક્ષ અર્જુન ખાટરિયાનું ફોર્મ રદ
જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરિયા સામે છેલ્લી ઘડીએ નજીકના કોઈ ગામના અર્જુન ખાટરિયા નામના બીજા વ્યકિતએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. કોંગીના ખાટરિયા તેને ભાજપ પ્રેરિત ઉમેદવારી ગણે છે. આજે ચકાસણી વખતે ફોર્મમાં અધૂરી વિગતના કારણે અપક્ષ અર્જુન ખાટરિયાનું ફોર્મ રદ થયાનું અને કોંગીના અર્જુન ખાટરિયાનું ફોર્મ માન્ય રહ્યાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો