રાજકોટ પાલિકા-પંચાયત રિઝલ્ટ:રાજકોટ જિ.પં.માં ભાજપની સત્તા, 11 તાલુકા પંચાયતમાં 2માં કોંગ્રેસનો કબજો, ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસને એકપણ બેઠક ન મળી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપમાં જીતનો જશ્ન. - Divya Bhaskar
ભાજપમાં જીતનો જશ્ન.
  • રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું
  • રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી
  • ભાજપનાં વિજયોત્સવ દરમિયાન ફટાકડાને કારણે આજીડેમ પાસે આગ લાગ્યાની ચર્ચા
  • પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાતાં સૌએ રાહતનો શ્વાસ લીધો

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી છે. ભાજપે સત્તા મેળવી કોંગ્રસને પછાડી છે. રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા નથી. જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી છે. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી છે. ગોંડલ નગરપાલિકામાં 5 બેઠક બિનહરીફ જાહેર થઇ ભાજપના ફાળે ગઇ છે. ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામેતમામ 44 બેઠક પર જીત મેળવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખનાં પત્નીની કારમી હાર થઇ છે. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં છે અને ભાજપે 16એ 16 બેઠક પર વિજય મેળવ્યો છે.

2015નું રિઝલ્ટ
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકમાં 2015માં ભાજપને માત્ર 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર 5 બેઠક બિનહરીફ જાહેર થતાં ભાજપને ફાળે ગઇ છે. જ્યારે 2015માં 29 બેઠક ભાજપ અને 14 બેઠક રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીને મળી હતી. કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. રાજકોટ 11 તાલુકા પંચાયતની 197 બેઠકમાં 2015માં ભાજપને 47 અને કોંગ્રેસને 143 મળી હતી, જ્યારે 7 બેઠક અન્યને મળી હતી.

અન્ય સમાચારો પણ છે...