તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર:જિ.પં.ની ત્રંબા બેઠક પર ભાજપના ભૂપત બોદર પાસે 37 લાખનું સોનું, 70 લાખનાં વાહનો સહિત 29 કરોડની મિલકત, બાપા સીતારામ ફિલ્મ બનાવી'તી

રાજકોટ11 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક
ભૂપત બોદરને જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. - Divya Bhaskar
ભૂપત બોદરને જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે.
  • ભૂપત બોદર પર કોઈ દેવું નથી, રાજકોટ, ગુજરાત સહિત મુંબઈમાં કરોડોની પ્રોપર્ટી
  • જિલ્લા પંચાયતની મુખ્ય સમિતિની રચનામાં સ્થાન મળે એવી પૂરી શક્યતા

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પરથી ભાજપ દ્વારા ભૂપત બોદરને ટિકિટ આપવામાં આવી છે. ભૂપત બોદર શહેર અને જિલ્લાના સૌથી ધનિક ઉમેદવાર છે. તેઓ પાસે રોકડ રકમ, સોનાના દાગીના, જમીન સહિત કુલ 29 કરોડની સંપત્તિ પોતાના સોગંદનામામાં દર્શાવી છે. ભૂપત બોદરે પોતાના સોગંદનામાંમાં રજૂ કરેલી માહિતી મુજબ, તેઓ પાસે રોકડ 6 લાખ રૂપિયા છે, જ્યારે અલગ અલગ બેંકમાં રકમ સામેલ છે. ભૂપત બોદર પાસે 70 લાખની કિંમતનાં વાહનો છે. તેમણે બાપા સીતારામ ફિલ્મ પણ બનાવી હતી.

ભૂપત બોદરના ઘરે લક્ઝુરિયસ કારનો કાફલો
ભૂપત બોદર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં તેમની પાસે લક્ઝુરિયસ ગાડીઓ અને જેસીબી સહિત 70 લાખની કિંમતનાં વાહનો હોવાનું દર્શાવ્યું છે, જેમાં 25 લાખની એક ફોર્ચ્યુનર કાર, 30 લાખની એક સ્કોડા કોડિયાર્ક કાર, 10 લાખની એક ઇનોવા કાર અને 5 લાખની કિંમતના જેસીબીનો સમાવેશ થાય છે. તેમના ઘરે લક્ઝુરિયસ કારનો કાફલો જોવા મળે છે.

ભૂપત બોદર ત્રંબા બેઠક પરથી લડી રહ્યા છે.
ભૂપત બોદર ત્રંબા બેઠક પરથી લડી રહ્યા છે.

એકપણ ફોજદારી ગુનો દાખલ નથી
ત્રંબા ગામના ઉમેદવાર ભૂપત બોદર પર હજુ સુધી એકપણ ફોજદારી ગુનો દાખલ થયો નથી. ભૂપત બોદર અને તેમનાં પત્ની પાસે 37 લાખની કિંમતનું 750 ગ્રામ સોનું હોવાનું સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની પાસે રાજકોટ, ભરૂચ અને મુંબઇમાં મળી 15 જેટલી ખેતીની જમીન છે. જ્યારે રાજકોટ અને અમદાવાદમાં મળી 14 જેટલી બિનખેતીની જમીન છે, જેની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. તેમના દ્વારા અત્યારસુધીમાં 5 જેટલી બેંકો પાસેથી લોન લીધી હોવાનું સોગંદનામાંમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં પણ મિલકત.
મુંબઈમાં પણ મિલકત.

ભૂપત બોદરને બે સંતાન છે
રાજકોટ જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર ભૂપત જસમતભાઇ બોદર છે. તેમને સંતાનમાં બે બાળકો છે, જેમનાં નામ જેમિન બોદર અને શિવમ બોદર. તેઓ રાજકોટ શહેર અને જિલ્લાના નેતાઓ-આગેવાનો સાથે સારા સંબંધો ધરાવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં જો તેઓ પોતાના વિસ્તારમાંથી ચૂંટાયને આવે તો જિલ્લા પંચાયતમાં સરકાર બને તો મુખ્ય સમિતિની રચનામાં સ્થાન આપવામાં આવે એવી પૂરી શક્યતા સેવાઇ રહી છે.

રાજકોટના ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ સાથે ભૂપત બોદર.
રાજકોટના ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ સાથે ભૂપત બોદર.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો