સૌરઉર્જાનો સદુપયોગ:રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા રૂ.1.80 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ, વર્ષે રૂ.70 લાખની બચત થશે

રાજકોટ17 દિવસ પહેલા
નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડેરીનો વહીવટ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો - Divya Bhaskar
નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડેરીનો વહીવટ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો
  • દેશમાં વીજળીની અછત વચ્ચે દૂધ સંઘનું સરાહનીય પગલું
  • 2 હજાર યુનિટ વીજબિલ નહીં ચૂકવવું પડે: ચેરમેન, રાજકોટ જિલ્લા દૂધ સંઘ

દેશમાં એક બાજુ જ્યારે વીજળીની અછત વર્તાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લા દૂધ સંઘ સુર્યશકિતનો સદુપયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા રૂ.1.80 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. જેમાં પશુપાલકોને ફાયદો થશે અને નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડેરીનો વહીવટ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા સોલાર પ્લાન્ટ કાર્યરત કરીને વર્ષે રૂપિયા 70 લાખની બચત કરવામાં આવશે.

સંઘ સુર્યશકિતનો સદુપયોગ કરવામાં આવ્યો
સંઘ સુર્યશકિતનો સદુપયોગ કરવામાં આવ્યો

દૈનિક 18-20 હજાર રૂપિયાનો ફાયદો થશે
આ અંગે રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધન ધામેલિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી ડેરીને દૈનિક 18-20 હજાર રૂપિયાનો ફાયદો થાય છે.આ ખર્ચ 2 કરોડથી વધુનો હતો પરંતુ અમે ઓનલાઇન ટેન્ડર મંગાવીને રૂ.1.80 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધન ધામેલિયા
રાજકોટ જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોરધન ધામેલિયા
પશુપાલકોને ફાયદો થશે
પશુપાલકોને ફાયદો થશે

2000 યુનિટના વીજ ઉપયોગનું બિલ નહીં ચૂકવવું પડે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડેરી પાસે રહેલી અગાસી નો ઉપયોગ કરીને 495 KVAનો સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. જેના દ્વારા વીજ બિલમાં રૂપિયા 70 લાખની બચત થશે અને 2000 યુનિટના વીજ ઉપયોગનું બિલ નહીં ચૂકવવું પડે. આગામી દિવસોમાં એક્સપાન્સન થાય તો પણ વીજળીનો ખર્ચ નહીં વધે. મહત્વનું છે કે સોલાર પ્લાન્ટ માટે 1.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડેરીનો વહીવટ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો
નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડેરીનો વહીવટ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો