તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરતીપુત્રની આશા:રાજકોટના જિલ્લામાં 10.19% જ વાવેતર, વીંછિયામાં સૌથી વધારે અને ઉપલેટામાં સૌથી ઓછું, વાવણીમાં વાર લાગશે, ખેડૂતોએ 25 જૂન સુધી રાહ જોવી પડશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • રાજકોટ જિલ્લામાં માત્ર વીંછિયામાં જ વાવણીલાયક વરસાદ નોંધાયો
  • જિલ્લાના 11 તાલુકામાં કુલ 3 લાખ હેક્ટરમાં વાવેતર થવાની શક્યતા

સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ જતી હોય છે અને જગતનો તાત વાવણી શરૂ કરી દેતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અનિયમિત વરસાદથી વાવણી પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જે-તે વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થાય ત્યારબાદ જ ખેડૂતો વાવણી કરતા હોય છે અને તેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટની વાત કરવામાં આવે તો આ વર્ષે હજુ સુધી માત્ર રાજકોટ અને વીંછિયામાં જ વાવણીલાયક વરસાદ નોંધાયો છે. જેના કારણે જિલ્લામાં 10.19 % જ વાવેતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં આજે સવારે ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાવણીલાયક વરસાદમાં વાર લાગશે. ખેડૂતોએ 25 જૂન સુધી રાહ જોવી પડશે.

અત્યાર સુધી કુલ 54,000 હેક્ટરમાં વાવેતર
સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસાનો પ્રારંભ થઇ જતો હોય છે. પરંતુ આ વર્ષે 25 જૂન આસપાસ સમગ્ર જિલ્લામાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 10થી 12 દિવસ સુધી વરસાદ ખેંચાતા આ વર્ષે ખેડૂતોએ આગોતરું આયોજન કરી વાવણી કરવાનું ટાળ્યું છે. જેમાં વાવણીલાયક વરસાદ થયા બાદ જ વાવણી કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ 3 લાખ હેક્ટરમાં વાવેતર થવાની શક્યતા છે. જે પૈકી અત્યાર સુધી કુલ 54,000 હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ વીંછિયા તાલુકામાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે.

વાવણીલાયક વરસાદની રાહ જોતા ખેડૂતો.
વાવણીલાયક વરસાદની રાહ જોતા ખેડૂતો.

સૌથી ઓછું વાવેતર ઉપલેટા તાલુકામાં 0.62% જ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીના સમયમાં વીંછિયા તાલુકામાં વાવણીલાયક વરસાદ થઇ ચૂક્યો છે. જેના કારણે વીંછિયા તાલુકામાં સૌથી વધુ 47.30% વાવેતર કરવામાં આવ્યું છે અને સૌથી ઓછું વાવેતર જિલ્લાના ઉપલેટા તાલુકામાં 0.62% કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ જિલ્લામાં સૌથી વધુ મગફળી અને કપાસનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવશે. જેમાં અત્યાર સુધી ખેડૂતો દ્વારા 35000 હેક્ટરમાં મગફળી અને 19 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષે 2 લાખ હેક્ટરમાં કપાસ અને 2.90 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું.

ખેડૂતો દ્વારા આગોતરા આયોજન સાથે વાવેતર કરવામાં આવ્યું.
ખેડૂતો દ્વારા આગોતરા આયોજન સાથે વાવેતર કરવામાં આવ્યું.

ધોરાજી-ઉપલેટામાં વરસાદ નહિવત
ઉલ્લેખનીય છે કે, ગત મહિના દરમિયાન આવેલા વાવાઝોડા સાથેના વરસાદના પગલે જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિસ્તારના ખેડૂતોએ વાવેલા બાગાયતી પાકને નુકસાન થવા પામ્યું હતું. જેની સામે હજુ સુધી આ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ ન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જે લોકો પાસે પાણીની સગવડ છે તેવા જ ખેડૂતો દ્વારા આગોતરા આયોજન સાથે વાવેતર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે પડેલ વરસાદ માહિતી (ગઇકાલે રાત્રી 10 વાગ્યા સુધી)

તાલુકાનું નામવરસાદ (MMમાં)
ઉપલેટા00
કોટડા સંગાણી26
ગોંડલ02
જેતપુર08
જસદણ46
જામકંડોરણા

00

ધોરાજી15
પડધરી04
રાજકોટ શહેર07
લોધિકા61
વીંછીયા08