સીઝનનો વરસાદ:રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 17 ઇંચ જામકંડોરણામાં અને સૌથી ઓછો વીંછિયામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાનાં પ્રથમ રાઉન્ડમાં સારા વરસાદથી રાજકોટ જિલ્લાનાં 11 માંથી 10 તાલુકામાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં કુલ 5 ઈંચથી વધુ વરસાદ પડતા અછતનાં ક્રાઈટ એરીયામાંથી બહાર આવી ગયા છે. ત્યારે હાલમાં રાજકોટ અને જસદણ તાલુકામાં પાણીનાં ટેન્કરો દોડાવવામાં આવતા હતા તે હવે બંધ કરવામાં આવશે તેમજ પાણી પ્રશ્ન દૂર થઇ જશે લોકોને પૂરતું પાણી સમયસર મળી રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

એક માત્ર વિંછીયા તાલુકામાં હજુ સતાવાર 83 મીમી વરસાદ નોંધાયો

રાજકોટ જિલ્લામાં એક માત્ર વિંછીયા તાલુકામાં હજુ સતાવાર 83 મીમી (સાડા ત્રણ ઈંચ) વરસાદ નોંધાયો છે. આજ સુધીમાં જુદા જુદા તાલુકામાં પડેલા કુલ વરસાદમાં સૌથી વધુ જામકંડોરણામાં 225 મીમી અને દિવસ દરમિયાન વધુ 8 ઈંચ વરસાદથી સિઝનનો કુલ વરસાદ 17 ઈંચથી વધુ થયો છે. ગોંડલમાં સિઝનનો કુલ વરસાદ 10 ઈંચ, જસદણ 5 ઈંચ, પડધરી 7 ઈંચ, રાજકોટ તાલુકામાં 9 ઈંચ, લોધિકામાં 11 ઈંચ, ઉપલેટામાં 13, કોટડા સાંગાણીમાં કુલ 8 ઈંચથી વધુ વરસાદ પડયો છે. અછત મેન્યુલ મુજબ 5 ઈંચથી વધુ વરસાદ પડે તો તે અછતનાં ક્રાઈટ એરીયામાંથી બહાર નીકળી જાય છે.

વિંછીયા સિવાયનાં તમામ તાલુકામાં હવે ટેન્કર ફેરા બંધ કરવામાં આવશે

ચોમાસા પહેલા રાજકોટ જિલ્લાનાં ચાર જેટલા તાલુકામાં ટેન્કરોનાં ફેરા કરી લોકોને પાણી પહોંચાડવામાં આવતું હતું. જેમાં વરસાદના કારણે પાણી આવક થતા વિંછીયા સિવાયનાં તમામ તાલુકામાં હવે ટેન્કર ફેરા બંધ કરવામાં આવશે.