તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં ભંગાણ:રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ જિ.પં.માં ટિકિટ ન મળતા રાજીનામું આપ્યું, ભાજપનો ખેસ ધારણ કર્યો

આટકોટ11 દિવસ પહેલા
આટકોટ ભાજપના કાર્યકરો સાથે હસમુખભાઈ કડવાભાઈ સોસા 
  • હસમુખભાઈ સોસાએ પક્ષ પલ્ટો કરતા જસદણનું રાજકારણ ગરમાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ રાજકોટ જિલ્લાના રાજકારણમાં અનેકવિધ સમીકરણોને બદલી નાખ્યા છે, સમગ્ર જિલ્લામાંથી કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર પક્ષ પલ્ટો કરી રહ્યાં છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી હસમુખભાઈ કડવાભાઈ સોસાએ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ ન મળતા રાજીનામું આપીને ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે.

ખુદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જ ભાજપને વોટ આપે છે- હસમુખભાઈ સોસા​​​
આ અંગે હસમુખભાઈ કડવાભાઈ સોસાએ જણાવ્યું હતું કે, મેં છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ સાથે કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. પરંતુ ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જસદણ તાલુકાના ભાડલા સીટના જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને આ વખતે પણ ટિકિટ મળી નથી, હવે કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી છે એ પણ યોગ્ય નથી. ખુદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જ ભાજપને વોટ આપે છે અને કોંગ્રેસમાં છે એવા દાવા કરે છે, મારે આવા પક્ષમાં નથી રહેવું એટલે મેં રાજીનામું આપ્યું છે.

આટકોટ ભાજપના કાર્યકરો સાથે હસમુખભાઈ કડવાભાઈ સોસા
આટકોટ ભાજપના કાર્યકરો સાથે હસમુખભાઈ કડવાભાઈ સોસા

હસમુખભાઈ સોસાએ પક્ષ પલ્ટો કરતા જસદણનું રાજકારણ ગરમાયું.
હસમુખભાઈ સોસાએ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે રાજીનામું ધરી દેતા જસદણનું રાજકારણ ગરમાયું હતું. હવે જે સીટ માટે તેમને ટિકિટ નથી તે ભાડલા સીટના જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ મેર વિશે વાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે હું મુકેશભાઈ મેરને સારી લીડથી જીતાડવા રાત-દિવસ મહેનત કરીશ. એક યોગ્ય ઉમેદવારને હું ભાડલા સીટ પર વિજેતા થયેલો જોવા માંગુ છું ​​​​​​​
( કરશનભાઈ બામટા, આટકોટ )

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો