પાણી પહેલા પાળ બાંધો:રાજકોટના બાળરોગ નિષ્ણાતે કહ્યું- USની જેમ ભારતમાં પણ 12થી 18 વર્ષના કિશોરમાં વેક્સિનેશન ઝડપથી શરૂ કરો, સરકારને મારી પ્રાર્થના છે

રાજકોટ8 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • IMA અને AOPની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં બાળકો પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી લહેરમાં આંશિક રાહત બાદ ત્રીજી લહેર આવશે કે કેમ, શું અસર થઇ શકે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણથી બચાવવા માટે વેક્સિનેશન જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ જય ધીરવાણીએ 12થી 18 વર્ષના કિશોરમાં વેક્સિનેશન ઝડપથી શરૂ કરવા સરકારને હું પ્રાર્થના કરૂ છું. USમાં 12થી 18 વર્ષની વયના કિશોરમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.

ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાનું વેક્સિનેશન બાકી
રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ અને બાળરોગના નિષ્ણાત ડોક્ટર જય ધીરવાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે અને હવે ત્રીજી લહેર આવશે કે નહીં તે તો કહેવું મુશ્કેલ છે. પરંતુ 18 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકોનું વેક્સિનેશન થઇ રહ્યું છે. માટે ત્રીજી લહેર આવે તો તેમાં તેઓને માઇલ્ડ સીમટોમ્સ થઇ શકે છે. પરંતુ આ વાતનું જોખમ બાળકો ઉપર આવી શકે છે કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તેઓનું વેક્સિનેશન બાકી છે.

USAમાં 12થી 18 વર્ષના કિશોરનું વેક્સિનેશન શરૂ થયું છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, USAમાં 12થી 18 વર્ષના કિશોરનું વેક્સિનેશન શરૂ થયું છે. માટે ભારતમાં પણ જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે. IMA અને AOPની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય કારણો સમજાવવામાં આવશે. ત્રીજી લહેર આવે તો તેમાં 18 વર્ષના લોકોને કોરોના થવાની સંભાવના નહિવત હોવાથી 18 વર્ષથી નીચેના કિશોર વધુ સંક્રમિત થાય તેવી સંભાવના છે.

IMAના પૂર્વ પ્રમુખ ડો.જય ધીરવાણીની ફાઇલ તસવીર.
IMAના પૂર્વ પ્રમુખ ડો.જય ધીરવાણીની ફાઇલ તસવીર.

બીજી લહેરમાં બાળકો ઝડપથી સાજા થઇ જતા
જય ધીરવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બીજી લહેર દરમિયાન બાળકોમાં માઇલ્ડ સીમટોમ્સ જોવા મળતા હતા અને તેઓ ઝડપથી સાજા પણ થઇ જતાં હતાં. એક વાત એ પણ છે કે બીજી લહેર દરમિયાન બાળકોમાં કોવિડના 4થી 6 સપ્તાહ પછી PIMS અથવા MISC નામનો સીમટોમ્સ જે હોય છે તે જોવા મળે છે પણ તબીબો તેની સારવાર માટે તત્પર છે. માટે ગભરાવવાની કોઇ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...