• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Dairy Will Give An Additional Rs 10 Per Kg To Milk Societies, The Price Has Been Increased For The Third Time In 17 Days

દૂધ ઉત્પાદકોને રાહત:રાજકોટ ડેરી દૂધ મંડળીઓને કિલો ફેટે વધારાના 10 રૂપિયા આપશે, 17 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો કરાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગઈકાલ તા.1 જુનથી ભાવ વધારો અમલી
  • હવે દૂધ મંડળીઓને 730 રૂપિયા ચૂકવવામાં આવશે

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે ગઈકાલ તા.1 જુનથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયા ભાવવધારો આપશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 730 રૂપિયા ચૂકવવામાં આવશે. પશુ આહારના ભાવ અને મોંઘવારીને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો છે.

જૂનો ભાવ 720 અને નવો ભાવ 730 રૂપિયા રહેશે
અગાઉ રાજકોટ ડેરીએ કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 720 હતો જે હવે વધીને 720 કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.

17 દિવસમાં 3જી વખત ભાવવધારો
છેલ્લા 17 દિવસમાં 3જી વખત ભાવવધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 720 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 730 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 660 રૂપિયા હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.