દૂધ ઉત્પાદકોને રાહત:રાજકોટ ડેરી 21મેથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયા ભાવવધારો આપશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હવે દૂધ મંડળીઓને કિલોફેટે 720 રૂપિયા ચૂકવવામાં આવશે

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે 21મેથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયા ભાવવધારો આપશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 720 રૂપિયા ચૂકવવામાં આવશે. પશુ આહારના ભાવ અને મોંઘવારીને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો છે.

જૂનો ભાવ 710 અને નવો ભાવ 720 રૂપિયા રહેશે
​​​​​​​
અગાઉ રાજકોટ ડેરીએ કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 710 હતો જે હવે વધીને 720 કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.

80 દિવસમાં છઠ્ઠી વખત ભાવવધારો
છેલ્લા 80 દિવસમાં છઠ્ઠી વખત ભાવવધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 710 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 720 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 660 રૂપિયા હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.