તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાજકોટ ડેરીએ દુધના ખરીદભાવમાં વધુ રૂા.20નો વધારો કર્યો, દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂા.695/- મળશે, આર્થિક ભીંસ અનુભવતા પશુપાલકોને રાહત

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 50 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો અપાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ચોમાસાનો વરસાદ ઓછો થયો હોવાથી પશુપાલકો આર્થિક ભીંસમાં છે. ત્યારે રાજકોટ ડેરીએ તેઓના હિતમાં ખરીદભાવમાં રૂા.20નો વધારો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે દૂધ સંઘ દ્વારા રૂા.20/-નો ભાવવધારો કરી તા.11-9-21 થી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટના રૂા.700/- ચૂકવવાનો નિર્ણય કરેલ છે. દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના રૂા.695/- લેખે ચુકવશે.

પશુપાલકોને આર્થિક ટેકો મળશે
હાલ ચોમાસાની મોસમમાં વરસાદ ખેંચાતા ખેડુતો અને પશુપાલકો પાક નિષ્ફળ જવાની ચિંતા કરી રહ્યા છે તેમજ કપાસીયા ખોળના આસમાને પહોંચેલ ભાવોથી પશુપાલકો દુધાળા પશુઓના નિભાવ માટે આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે ત્યારે સંઘ સાથે જોડાયેલા હજારો પશુપાલકોને આર્થિક મદદરૂપ થવા દૂધનાં ખરીદભાવમાં કિલો ફેટે રૂા.20/-નો વધારો કરવાનો નિર્ણય લીધો છે જેના કારણે પશુપાલકોને મુશ્કેલીના સમયે આર્થિક સહયોગ મળી રહેશે.

50 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો અપાયો
હાલ સૌરાષ્ટ્રના દૂધ સંઘોના દૂધના ભાવની તુલનાએ રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને સારો ભાવ મળી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા.1-4-21 થી કિલો ફેટના 650/- આપવાની જાહેરાત કરવામાં આવેલ હતી પરંતુ હાલની ચોમાસાની પરીસ્થિતિ અને કપાસીયા ખોળના ભાવોને ધ્યાનમાં રાખીને 5 માસના ગાળામાં રૂા.50/-નો ભાવવધારો કરી ઉત્પાદકોના હિતમાં સંઘમાં મેનેજમેન્ટે નિર્ણય કરેલા છે. સંઘ દ્વારા છેલ્લા 50 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો કરેલ છે.