માવઠું દૂધ ઉત્પાદકો માટે શુકનવતું:કમોસમી વરસાદને પગલે રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો, 21 માર્ચથી ભાવ વધારો લાગુ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હવે દૂધ મંડળીઓને 790 રૂપિયા ચૂકવવામાં આવશે

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે આગામી 21 માર્ચ થી દૂધ મંડળીઓને કિલોફેટે 20 રૂપિયા ભાવવધારો આપવામાં આવશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે. કમોસમી માવઠાની સ્થિતિને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.

જૂનો ભાવ 770 અને નવો ભાવ 790
અગાઉ રાજકોટ ડેરીએ ફેબ્રુઆરી માસમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 760 હતો જે વધીને 770 કરવામાં આવ્યો હતો જેમાં ફરી બીજી વખત વધારો જાહેર કરી 770 ના 790 રૂપિયા 21 માર્ચ એટલે કે મંગવારથી ચુકવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.

દૂધ ઉત્પાદનને વેગ મળશે
નવા વર્ષની શરૂઆતમાં બીજી વખત ભાવવધારો કરવાનો નિર્ણય ડેરી દ્વાર કરવામાં આવ્યો છે. દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 770 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 20 રૂપિયાનો વધારો કરતા હવે 790 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 700 રૂપિયા આસપાસ હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે

અન્ય સમાચારો પણ છે...