લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે:ઓનલાઇન 30 હજાર કમાવવાની લાલચમાં 19 લોકો સાથે લાખોની છેતરપિંડી, રાજકોટ સાયબર ક્રાઇમે સુરતના બે શખ્સોની ધરપકડ કરી

રાજકોટ4 મહિનો પહેલા
નફા પેટે અમુક ટકાવારી પરત મોકલાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા
  • 68 લાખથી વધુની છેતરપીંડી કર્યાનો ગુનો દાખલ
  • પ્રાથમિક તબક્કે 1 લાખ ભરાવી નફાની અમુક ટકા રકમ પરત આપી વિશ્વાસ જીતી લેતા

રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે સુરતના જયેશ હિંમતલાલ વાઘેલા અને વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશભાઇ મહેતા નામના બે આરોપી પકડી પાડયા છે. આરોપીઓએ રાજકોટ સહીત ગુજરાતના અન્ય સ્થળે રહેતા 19 લોકો સાથે 68 લાખથી વધુ રકમની છેતરપીંડી કર્યાનું સામે આવ્યું છે. આ અગાઉ આ કારસ્તાનમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

આરોપીઓ લોકોને ટેક્સ મેસેજ મોકલી લલચાવતા હતા
પોલીસના જણાવ્યા મુજબ સૌ પ્રથમ આરોપીઓ લોકોને એક ટેક્સ મેસેજ કરતા હતા જેમાં હેલ્પઓફ ફોરેકસ ઓટો સોફ્ટવેરની મદદથી રોજ 20 થી 30,000 કમાવવા માટે કોલ કરો અને લાઇવ ડેમો જોવા નંબર સાથે મોકલતા હતા. જે બાદ પ્રથમ તબક્કે મેટા ટ્રેડર-5 એપ્લીકેશન ડાઉન લોડ કરાવી 1 લાખની રકમ લોકો પાસે ભરાવતા હતા અને તેમાંથી નફા પેટે અમુક ટકાવારી પરત મોકલાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા. બાકીના રૂપીયા તબક્કાવાર આંગડીયા મારફત મેળવી લઇ ફોન સ્વીચ ઓફ કરી જવાબ આપવાનું બંધ કરી દેતા હતા.

નફા પેટે અમુક ટકાવારી પરત મોકલાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા
નફા પેટે અમુક ટકાવારી પરત મોકલાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા

બન્ને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે
પોલીસ તપાસમાં આરોપીઓએ ખોટી પેઢી બનાવી તેના નામે કરંટ ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઝુલુ ટ્રેડીંગ નામની કંપનીના ICICI બેન્કમાં ખોલાવેલા ખાતામાં રૂપિયા 64 લાખ 89 હજાર 704 તેમજ કુરસો ડે ટ્રેડીંગના નામે એયુ સ્મોલ ફાયનાન્સ બેંકમાં ખોલાવેલા ખાતામાં રૂપિયા 49 લાખ 44 હજાર 912 જેવી મોટી રકમનો 19 વ્યકિત સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો.આ તમામ ઘટના અંગે સાઇબર ક્રાઇમ અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે ગુન્હા નોંધાયેલા હતા જેના આધારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સુરત ના બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...