રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગેંગે સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરના ખિસ્સામાંથી 30 હજાર સેરવ્યા, બે મહિલા સહિત 4ની ધરપકડ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે રિક્ષા સાથે ગેંગની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે રિક્ષા સાથે ગેંગની ધરપકડ કરી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવનના પ્રોફેસર રમેશભાઇ 25 જુલાઈના રોજ રાજકોટના બસપોર્ટ પર પાલીતાણાની બસમાંથી ઉતરી બસમાં બેસી રિક્ષા કરી હતી, બાદમાં રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં અગાઉથી બેઠેલા ગઠિયાઓ પ્રોફેસરના ખિસ્સામાંથી 30,000 કાઢી લીધા હતા અને ત્રિકોણબાગ નજીક બહાનું ધરી ઉતારી દીધા હતા. બાદમાં ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે રિક્ષા ગેંગના નામચીન કાજલ, કેતન, રેખા અને કિશનને દબોચી રોકડ અને રિક્ષા મળી કુલ રૂ.45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

હોટલમાં રૂમ રાખી જુગાર રમતા 6 શખસની ધરપકડ
રાજકોટ શહેરના લીમડા ચોક પાસે આવેલી હારમોની હોટલના રૂમમાં એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા બે કોન્ટ્રાક્ટર ભાઇઓ સહિત છ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી. હોટલના રૂમ નંબર 202માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા રાધિકા પાર્કના પ્રતિક કિરીટભાઇ ડોડીયા તેનો ભાઇ પાર્થ કિરીટભાઇ ડોડીયા, નિલેષ મનસુખભાઇ મોર, કમલેશગીરી રતીગીરી ગોસ્વામી, રાજુ ઉર્ફે જગો મોતીભાઇ બસરાણી અને કિશોરભાઇ જોષીને પકડી લઇ રૂ.71720 ની રોકડ કબ્જે કરી હતી.

વિધવાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી 61 હજારની ચોરી કરી
રાજકોટના હરિદ્વાર સોસાયટીમાં વિધવાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી 61,000ની ચોરી કરી હોવાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાવનાબેન મહેન્દ્રભાઇ તુલશીભાઇ ભાડેશીયા (ઉં.વ.50) નામની વિધવા મહિલા તેમની દીકરી અમદાવાદ નોકરી કરતી હોય માટે થોડા દિવસ ત્યાં રોકાવા ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કબાટમાં રહેલ સોનાના ઘરેણા જેમાં એક ચેન 9,920 ગ્રામની કિં. રૂ. 35 હજાર તથા એક સોનાની વીટી જૂની આશરે કુલ 5,790 ગ્રામની કિં. રૂ. 22 હજાર તથા રોકડ રૂપિયા આશરે રૂ. 4 હજાર સહિતના મુદામાલની ચોરી કરી અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતાં. હાલ પોલીસે વિધવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રકમાંથી બેટરી ચોરી કરતા સગીરની ધરપકડ
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ઘનશ્યામનગ૨માં ૨હેતા પ્રકાશભાઈ ડાયાભાઈ ચૌહાણ નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બી.એન.વી. ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગઇકાલે સાંજના સમયે ઓફિસની સામે પાર્ક કરેલા જીજે-03-ટી-0585 નંબ૨ના ટ્રકમાંથી એક શખ્સે એક બેટરી ખોલીને બાજુમાં રાખી હતી અને બીજી બેટરી ખોલતો હતો ત્યારે તેને પ્રકાશભાઈએ પકડી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપ૨છ ક૨તા પોતે રિક્ષા લઈ બેટરી ચો૨વા આવ્યો હોવાની કબુલાત આપતા પ્રકાશભાઈએ 100 નંબ૨માં ફોન ક૨તા સગી૨ને ભક્તિનગ૨ પોલીસ મથકે લઈ જવાયો હતો અને પ્રકાશભાઈની ફરિયાદ પ૨થી રૂ.18 હજા૨ની બે બેટરીની ચોરી કરી હોવાનું ફરિયાદ નોંધાવી હતી.

મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં બેની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવાઇ
મધ્યપ્રદેશના રામપુરા પોલીસ મથકમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં બે શખ્સો સગીરાને ભગાડી રાજકોટના એરપોર્ટ વિસ્તારમાં આવ્યા હોવાની સચોટ બાતમી મળતા મધ્યપ્રદેશના રામપુરા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ક્રુષ્ણસિંહ યાદવ અને એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડ સહિતના સ્ટાફે એરપોર્ટ વિસ્તારમાંથી રાજસ્થાનના જેતુસર ગામના વતની તારાચંદ લક્ષ્મણસિંગ જાટ અને રાજસ્થાનના બાસવાડાના લોકેશ કાલુભાઈ નિનામાને પકડી સગીરાને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દુધાળા પશુઓને અપાતા ઇન્જેક્શન અને દવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો.
દુધાળા પશુઓને અપાતા ઇન્જેક્શન અને દવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

દુધાળા પશુને અપાતી દવા અને ઇન્જેક્શનના શંકાસ્પદ જથ્થા સાથે એક શખસની ધરપકડ
પશુધનમાં જોવા મળતા લમ્પી વાયરસના અનુસંધાને દુધાળા પશુઓને ગેરકાયદેસર રીતે જુદા-જુદા કેમિકલ મિશ્રીત દવા અને ઈન્જેક્શનો કે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. પરંતુ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાનુ જાણવા મળ્યું છે. માન્યતા પ્રમાણે આવી દવા તથા ઈન્જેક્શનનો ઉપયોગ કરવાથી દુધાળા પશુઓ વધુ દૂધ આપે છે. પરંતુ તેનાથી દુધાળા પશુઓને પણ મોટું નુકસાન થાય છે અને આ રીતે મેળવેલ દૂધના ઉપયોગથી માનવ શરીરને પણ મોટું નુકસાન થતુ હોય તેવું જાણવા છતાંય લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતું હોવાની બાતમી મળતા સંતકબીર રોડ પર આવેલ શ્રી શકિત કિરાણા ભંડાર નામની દુકાનમાં રેડ કરી SOG પોલીસ દ્વારા આશિષ કોટેચા નામના શખ્સને શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે અને આ પ્રવાહીના જથ્થાને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવેલ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...