તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાફિયાઓ સામે કાર્યવાહી:રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ભૂપત ભરવાડનો સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ કરાવશે, વધુ રિમાન્ડ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરાશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભૂમાફિયા ભૂપત ભરવાડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે - Divya Bhaskar
ભૂમાફિયા ભૂપત ભરવાડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે
  • નીચલી કોર્ટમાં ભૂપત ભરવાડની વધુ રિમાન્ડની માંગણીને ફગાવવામાં આવી છે

રાજકોટના ભૂમાફિયા ભૂપત ભરવાડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ભૂપત ભરવાડનો સસ્પેક્ટ ટેસ્ટ કરાવશે. આ સાથે જ વધુ રિમાન્ડ મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. મહત્વનું છે કે નીચલી કોર્ટમાં ભૂપત ભરવાડના વધુ રિમાન્ડની માંગણીને ફગાવવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ ભૂપત ભરવાડ સહિત અન્ય આરોપીઓ દ્વારા કેટલો ઈન્કમ ટેક્સ ભરવામાં આવે છે?, ક્યાં ઓરોપીની કેટલી મિલકત છે?, કેટલા બેંક ખાતામાં કેટલી લેવડ-દેવડ થાય છે. તે સહિતની બાબતોની તપાસ કરશે.

પોલીસે ભૂપતનો જેલમાંથી કબ્જો મેળવી તેની ધરપકડ કરી હતી
ઉલ્લેખનીય છે કે ભૂમાફિયા ભૂપત બાબુતર અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ભૂપતનો જેલમાંથી કબ્જો મેળવી તેની ધરપકડ કરી હતી, પરંતુ તેના નામચીન સાગરીતો રાકેશ પોપટ અને રાજુ ગોસ્વામી સહિતનાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે ધરપકડ વોરન્ટ મેળવવા કોર્ટ કાર્યવાહી શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચના PI વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, પેડક રોડ પરના શિવ સૃષ્ટિ પાર્કમાં રહેતા ધવલભાઇ મિરાણી પાસેથી બળજબરીથી રૂ.70 લાખ પડાવી લેવાની ભૂપત વિરમ બાબુતર, રાજેશ ઉર્ફે રાજુ ભૂંડિયા ઘોઘા સિંધવ, રાકેશ ધીરજલાલ પોપટ, ગેલા નાથા હાંસલા તથા મુકેશ કાનજી વિરડિયા સામે ગુનો નોંધાયો હતો.

જમીન પચાવી પાડવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો
આ ઉપરાંત રમેશભાઇ અજાણીની બેડી ગામમાં આવેલી જમીન પચાવી પાડવા અંગે પ્રમોદગીરી ઉર્ફે રાજુ પ્રેમગીરી ગોસ્વામી, હિતેષ ભગવાનગીરી ગોસ્વામી, મુકેશ બટુક ઝાપડા, ભૂપત વિરમ બાબુતર અને રાકેશ ધીરજલાલ પોપટ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પણ ભૂપત બાબુતર અને મુકેશ સિંધવની ધરપકડ કરી હતી, પરંતુ અન્ય આરોપીઓ પોલીસને હાથ લાગ્યા નહોતા. ધરપકડ ટાળવા નાસતા ફરતા રાકેશ ધીરજલાલ પોપટ, પ્રમોદગીરી ઉર્ફે રાજુ પ્રેમગીરી ગોસ્વામી અને હિતેષ ભગવાનગીરી ગોસ્વામીના કોર્ટમાંથી CRPC કલમ 70 મુજબ વોરન્ટ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે અને ત્યારબાદ પણ આરોપીઓ નહીં મળે તો તેને ભાગેડુ જાહેર કરાશે અને મિલકતો ટાંચમાં લેવાની પણ કાર્યવાહી કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો