તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાજકોટના નવા ગામમાં પિતરાઈ ભાઈ-બહેન કૂટણખાનું ચલાવતા, ક્રાઈમ બ્રાન્ચે બે બંગાળી યુવતીઓને મુક્ત કરાવી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રાહક પાસેથી રૂા.1000 લઇ 500 રૂપલલનાને આપી રૂા.500 પોતે રાખતા
  • ભાઇ રવિ ભખોડીયા બહારથી ગ્રાહકો શોધી લાવતો
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરી ગુનો નોંઘ્યો

રાજકોટની ભાગોળે આવેલા નવગામ આણંદપર ગામે ઓરડીઓમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં કુટણખાનાના સંચાલક પિતરાઇ ભાઇ-બહેનની ધરપકડ કરાઇ છે અને બંગાળની બે રૂપલલનાઓને મુકત કરાવાઇ છે.

છેલ્લા બે માસથી અહીં ધંધો ચાલતો હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ નવાગામ આણંદપર ગામે આવેલા દેવનગરના ઢોળે ઓરડીમાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી.જોગરાણા અને તેની ટીમે ગઇકાલે બપોરે અઢી વાગ્યા આસપાસ દરોડો પાડ્યો હતો. જ્યાં પશ્ર્ચિમ બંગાળની બે યુવતીઓને રાખી પ્રલોભીત કરી ધંધો કરાવતા પિતરાઇ ભાઇ-બહેન રવિ રમેશ ભખોડીયા (ઉ.વ.29) અને નયનાબેન રાજેશ દુમાડીયા સામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્સ એકટ 1965ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી રવિની ધરપકડ કરી હતી.

પુછપરછમાં પોલીસને જાણવા મળેલું કે આરોપી રવિ બહારથી ગ્રાહકો બોલાવી બંગાળની બંને યુવતીઓ પાસે વેશ્યાવૃતિ કરાવતો હતો. ગ્રાહક પાસેથી રૂ.1100 લઇ રૂપલલનાઓને રૂ.500 આપવામાં આવતા હતા અને બીજા રૂા.500 બંને ભાઇ-બહેન રાખી લેતા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકે ગુનો નોંધાવતા અહીંના પીએસઆઇ પી.જી.રોહડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.