આજથી 3 માસ પૂર્વે રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ આરોપીને હથિયાર સપ્લાય કરનાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાંગોઇ ગામે રહેતા અને ગેરકાયદે હથિયારની હેરાફેરી કરતા રણછોડ ઉર્ફે તકુ મેરાભાઈ શેખની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ 26 વખત સુરેન્દ્રનગર પોલીસ ખાતે હથિયાર હેરાફેરી ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
રણછોડ ઉર્ફે તકુ મેરાભાઇ શેખ પાસેથી હથિયાર મળ્યા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારીયા રિંગ રોડ પર વેલનાથનગરના પુલ પાસેથી ગેરકાયદેસર હથીયાર દેશી બનાવટ કટ્ટા સાથે ગત તારીખ 4 ઓગસ્ટના રોજ આરોપી ભયલુ ભુપતભાઇ જળુ પકડી પાડવામાં આવેલ હતો જે આરોપીની પૂછપરછ દરમ્યાન પોતાની પાસેથી પકડાયેલ હથીયાર સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સાંગોઇ ગામ ખાતે રહેતા રણછોડ ઉર્ફે તકુ મેરાભાઇ શેખ પાસેથી હથિયાર મળ્યા હતા
આરોપી હથિયારની હેરફેરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
આરોપીએ હથિયારની હકીકત જણાવતા આ ગુનામાં પકડવાના બાકી આરોપી રણછોડને પકડવા પોલીસ તાપસ હાથ ધરી હતી જેને આજે 3 મહિના બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આર્મ્સ એક્ટની કલમ 25(1-બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી રણછોડ ઉર્ફે તકુ મેરા શેખ અગાઉ 26 વખત હથિયારની હેરફેરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે ત્યારે આરોપી હથિયાર ક્યાંથી લાવતો હતો ઉપરાંત રાજકોટમાં બીજા કોને હથિયાર સપ્લાય કર્યું છે તેમજ કેટલી કિંમતમાં કર્યું છે સહીતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.