તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાઈડલાઈન:રાજકોટ CPની નવી ગાઇડલાઇન્સ, વેપારીઓ કાલથી 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે, કર્ફ્યૂ અને સો. ડિસ્ટન્સના ભંગ અંગેના 300થી વધુ કેસ દાખલ

રાજકોટ19 દિવસ પહેલા
ફાઈલ તસ્વીર
  • પ્રજાને વિનંતી છે કે સરકારના નિયમનું પાલન કરે - CP

કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. આ મુદ્દે રાજકોટમાં પોલીસ કમિશનરે નવી ગાઇડલાઇન્સ અંગે જણાવ્યું હતું કે, વેપારીઓ આવતીકાલથી 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. ત્યારે પ્રજાને વિનંતી છે કે સરકારના નિયમનું પાલન કરે.

રાત્રિ કર્ફ્યૂ અને સોશિયલ ડિસ્ટન્સ ભંગના 300થી વધુ કેસ
રાજ્ય સરકારે રાત્રે 10 વાગ્યા સુધી હોટેલ રેસ્ટોરન્ટમાં ટેકઅવેની છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ચા-પાનના ગલ્લા, નાસ્તાની લારી સિવાય હોટેલ રેસ્ટોરન્ટની વ્યાખ્યામાં આવતા ધંધાર્થીઓ રાત્રે 10 વાગ્યા સુધી પણ રેસ્ટોરાં ખુલ્લી રાખી શકશે, પરંતુ માત્ર ટેકઅવેની જ સુવિધા આપી શકશે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, સરકારે રાત્રે 10 વાગ્યા સુધી ટેકઅવેની છૂટ આપી છે તે મુજબ રાજકોટમાં પણ છૂટછાટ મળશે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે. દરરોજ રાત્રિ કર્ફ્યૂ અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગેના 300થી વધુ કેસ નોંધાયા છે, માટે નિયમનું પાલન કરવું જરૂરી છે.

પાર્સલ સર્વિસ માટે જ સમયની અવધિ દૂર
ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ જોતાં હોટેલ રેસ્ટોરાંમાં ટેકઅવે અને હોમ ડિલિવરી પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ગ્રાહકો અને હોટેલ-રેસ્ટોરાંના સંચાલકોની સુવિધા માટે ટેકઅવે માટે સમયની મર્યાદા હટાવવામાં આવી છે. ગૃહ વિભાગના આ નિર્ણયથી હોટેલ-રેસ્ટોરાં મોડી રાત સુધી ખુલ્લાં રહી શકશે, પરંતુ આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે માત્ર ટેકઅવે એટલે કે પાર્સલ સર્વિસ માટે જ સમયની અવધિ દૂર કરવામાં આવી છે.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન આ નિયંત્રણો લાગુ રહેશે

  • રાત્રિ કર્ફ્યૂ અમલમાં હોય એ શહેરોમાં વાણિજ્યિક સંસ્થાઓ, દુકાનો, લારી ગલ્લાઓ, સલૂન અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાતના 9 વાગ્યા સુધી જ થઈ શકશે
  • અઠવાડીક ગુજરી બજાર, હાટ,શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ઘરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ,વોટર પાર્ક, બાગ બગીચા, જીમ, સ્વિમિંગ પૂલ, કોચિંગસેન્ટરો બંધ રહેશે
  • અંતિમક્રિયા, દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે
  • સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફિનટેક, સ્ટોક એક્સચેન્જ, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ ખાનગી ઓફિસોમાં 50 ટકા જ કર્મચારીઓ હાજર રહી શકશે. આવશ્યક સેવાઓ આ જોગવાઈમાં બાકાત રહેશે.
  • તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે.