તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાનું સુકાન કોને?:રાજકોટ કોર્પોરેશનમાં 14 ડિસેમ્બરે મુદત પૂર્ણ થશે, વહીવટદાર કરતાં શાસકોનું પલ્લું ભારે, મુદતમાં વધારાની શક્યતા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપાની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મનપાની ફાઈલ તસવીર
  • વહિવટદારની નિમણૂંક થાય તો રાજીવ ગુપ્તાને વધારોનો હવાલો સોંપાય તેવી શક્યતા
  • કોરોના કાળમાં ચૂંટણી યોજાવાની શક્યતા નહિંવત

રાજકોટ મનપાના શાસકોની 5 વર્ષની મુદત આગામી 14 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે. ત્યારે હાલના કોરોના કાળમાં ચૂંટણી યોજાવાની શક્યતા નહીં હોવાના કારણે વહિવટદારની નિમણૂંક કરવી કે શાસક પક્ષની મુદત વધારવી તે બાબતે સરકાર મુંજવણમાં મૂકાઈ છે. મહત્વનું છે કે ગુજરાતમાં 6 મહાનગર પાલિકા અને 28 જિલ્લા પંચાયતમાં એકસાથે મુદત પૂરી થઈ રહી છે. જેથી તમામ સ્થળો પર એક સાથે અધિકારીઓની નિમણૂંક કરવી હાલના સમયમાં અશક્ય છે. ત્યારે શાસક પક્ષ દ્વારા મુદતમમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકામાં 14 ડિસે.ના રોજ શાસકની મુદત પૂર્ણ થતી હોય અગત્યના કામો નિપટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ તો વહીવટદાર તરીકે કોણ નિમાશે? તે અંગે કોઈનું નામ ચર્ચામાં નથી. પણ વધારાનો હવાલો રાજીવ ગુપ્તાને સોંપવામાં આવે તેવી શક્યતા છે.

મુદતમાં વધારો નહીં થાય તો 14 ડિસે. બાદ 9માં વહિવટદારની નિમણૂંક કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ અત્યાર સુધીમાં બે વખત સુપરસીડ થયેલ છે અને રાજ્ય સરકાર દ્વારા 1974થી 2005 સુધીમાં 8 વખત વહિવટદારને શાસન સોપવામાં આવ્યું છે. ત્યારે જો રાજ્ય સરકાર વર્તમાન શાસકોને ત્રણ માસની મુદત વધારી નહીં આપે તો તા.14 ડિસે. બાદ 9માં વહિવટદારની નિમણુંક થશે.​​​​

અત્યાર સુધી નિમણૂંક થયેલા વહિવટદારો
નામટર્મ
એન.એમ.બ્રિજલાણીતા.27/2/74થી તા.04/3/74
એન.એમ.બ્રિજલાણીતા.4/3/74થી 5/9/74
સી.સી.ડોકટરતા.6/9/74થી 7/5/75
કે.ઓ.વરદનતા.8/5/75થી 19/7/75
એન.એમ.બ્રિજલાણીતા.20/7/75થી 24/8/75
સી.સમાજપતિતા.25/8/75થી 8/11/75
આર. રામભદ્રનતા.18/7/80થી તા.6/2/81 સુધી મનપા સુપરસીડ થતાં નિમણુંક કરવામાં આવેલ
અશોક કોશીતા.1/11/93થી 28/1/95
અશોક નારાયણતા.29/1/95થી 30/6/95
પી.એન.રાયચૌધરી ​​​​​​​તા.1/7/2000થી 15/10/2000
જી.આર.અલોરીયાતા.15/10/2005થી 27/12/2005

કોરોનાના કારણે મતદાન ઓછું થવાનો ભય
દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ જેટ ગતિએ વધ્યું છે. તેવામાં મતદારો કોરોનાના ભયને કારણે મતદાન કરવા ઘરની બહાર ન નિકળે અને મતદાન ઓછું થાય કારણ કે હૈદરાબાદ મનપાની ચુંટણીમાં તાજેતરમાં 25 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આથી ચૂંટણી પાછી ઠેલી વર્તમાન શાસકોની મુદતમાં વધારો કરતો પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે તેવી સંભાવના પણ જોવાઈ રહી છે.

શાસકની મુદત વધારવામાં આવે તેવી શક્યતા
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા રાજકોટ મનપા અને જિલ્લા પંચાયત સહિત 6 મહાનગરપાલિકા અને 28 જીલ્લા પંચાયતોની ચૂંટણી માટે તારીખો પાછી ઠેલવવામાં આવી છે. મુદત પુરી થાય તે પહેલાના સમયગાળા બાદ મહાનગરપાલિકામાં ફરી વહિવટદારનું શાસન મુકવું પડે તેમ છે. પણ પરિસ્થિતિ મુજબ વહિવટદારની નિમણુંક માટે IS ઓફિસરોની જરૂર પડે તેમ હોય સરકાર દ્વારા સંભવત: શાસકની મુદત વધારવામાં આવે તેવી ચર્ચા જાગી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો