તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ વોર્ડ નં.8 અમીન માર્ગનો ગ્રાઉન્ડ રિપોર્ટ:પેવિંગ બ્લોકના કામ મોટાભાગના વિસ્તારોમાં થયા, સોસાયટી અને અમુક વિસ્તારમાં હજુ પણ ગંદકીના ગંજ

રાજકોટ15 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક
વોર્ડ 8માં પાણી, ગંદકી અને રસ્તાની સમસ્યા. - Divya Bhaskar
વોર્ડ 8માં પાણી, ગંદકી અને રસ્તાની સમસ્યા.
  • અમીન માર્ગ, પંચવટી સોસાયટી, લક્ષ્મીનગર, રાધાનગર, ગૌતમનગર, દાસીજીવનપરા સહિતના વિસ્તારોનો સમાવેશ
  • સિમેન્ટ રોડ બનાવવા, નવી આંગણવાડી તથા સોસાયટીમાં અને વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા માંગ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-8 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

પાણીના ધાંધિયાથી લોકો પરેશાન.
પાણીના ધાંધિયાથી લોકો પરેશાન.

રોડ-રસ્તા, ટ્રાફિક અને ગંદકીની સમસ્યા
વોર્ડ નં. 8માં સ્થાનિકોની મુખ્ય સમસ્યા નગર એટલે કે નળ, ગટર અને રસ્તાને લગતી છે. આ વોર્ડમાં ગત ચૂંટણી દરમિયાન ભાજપના 4 કોર્પોરેટર ચૂંટાઇ આવ્યા હતા. વોર્ડમાં પેવિંગ બ્લોકના કામ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે વિસ્તારમાં હજુ પણ અનેક વિસ્તારમાં નિયમિત પૂરતા ફોર્સથી પાણી ન મળતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. સારાકામની વાત કરવામાં આવે તો આ વોર્ડમાં આવતા લક્ષ્મીનગર નાળા ખાતે અન્ડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી મેં માસ સુધી આ કામ પૂર્ણ થવાની શકયતા જોવામાં આવી રહી છે.

ગટરના કામ અધૂરા.
ગટરના કામ અધૂરા.

આ વોર્ડમાં નવા રસ્તાઓ બનાવવાની માંગ
સ્થાનિકોની માંગ છે કે, સોસાયટી અને અમુક વિસ્તારના રસ્તા ખખડધજ હાલતમાં છે. ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય પુરતો વેરો ભરવા છતાં પીવાના પાણીની સમસ્યા છે. સાથોસાથ ગંદકી અને રસ્તાની આજુબાજુમાં ગંદકી આંખે ઉડીને વળગે છે.

રસ્તા પર ઠેર ઠેર ગંદકી.
રસ્તા પર ઠેર ઠેર ગંદકી.

મત માગવા સમયે કોર્પોરેટરો ઠાલા વચનો આપે છે
સ્થાનિક કપિલભાઈ એ જણાવ્યું હતું કે, કામ સારા થઇ રહ્યા છે પરંતુ હજુ પણ આ વિસ્તારમાં કેટલીક સમસ્યા છે. છેવાડાના વિસ્તારમાં રોડ રસ્તા અને પુરતા ફોર્સથી પાણી ન મળવાની ફરિયાદ છે. આશિષભાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરો ચૂંટણી સિવાય વિસ્તારમાં ચક્કર લગાવતા નથી. મત માગવા સમયે ઠાલા વચનો આપે છે. સ્વચ્છ રાજકોટની વાત કરતા કોર્પોરેટરોએ ક્યારેક વિસ્તારની શેરી-ગલીઓમાં ચક્કર લગાવવા જોઇએ. હજુ પણ ગંદકી ખૂબ મોટી માત્રામાં જોવા મળે છે..

વોર્ડ નંબર-8 ના મતદારોની સંખ્યા
પુરૂષ- 32049
સ્ત્રી- 31468
અન્ય- 0
કુલ- 63517

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો