તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-5 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.
વોર્ડ નં.5માં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આગામી 21 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. જેને લઇને રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર 5નાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ભાજપે ગત ટર્મમાં જીતેલા ઉમેદવારને રિપીટ કરવાને બદલે ચારેય નવા ઉમેદવારોને ટિકીટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આ વોર્ડમાં એક કોર્પોરેટરને રિપીટ કરી નવા ત્રણ ચહેરા મેદાને ઉતાર્યા છે.
વોર્ડ નં.5માં આવતા વિસ્તારો
આ વોર્ડની સમસ્યાની વાત કરીએ તો, કુવાડવા રોડ, રણછોડ વાડી, પટેલવાડી, મોરબી રોડ, લાલપરી, આણંદપર અમરગઢ(ભીંચરી) પ્રદ્યુમનપાર્ક, માર્કેટિંગ યાર્ડ, મચ્છોનગર, સંતકબીર રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સૌથી વધુ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. જેથી બન્ને રાજકીય પક્ષો પાટીદાર મતદારો પર ભાર મુક્યો છે.
નિયમિત સફાઇ થતી ન હોવાથી મહિલાઓ ત્રસ્ત- સ્થાનિક
સ્થાનિક જલ્પાબેને જણાવ્યું હતું કે, નિયમિત સફાઇ થતી ન હોવાથી મહિલાઓ ત્રસ્ત બની ગઇ છે. રોડ-રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે. માત્ર પોશ વિસ્તારોમાં જ સારા રસ્તા છે. પાણી વિતરણ યોગ્ય સમયે ન કરવામાં આવતા ફરિયાદ કરી છે. કચરો એકત્ર કરવા આવતા ટીપરવાન નિયમિત ન આવતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે. શૈલેષભાઇ નામના સ્થાનિકેજણાવ્યું હતું કે, લાલપરી તળાવ પાસે જળકુંભીને કારણે આસપાસનાં વિસ્તારના લોકોને મચ્છરોનો ત્રાસ રહે છે. ગંદુ અને દુષિત પાણી વિતરણ થાય છે.
અનેક વિકાસ કામો થયા નથી-સ્થાનિક
અલ્પેશભાઇ જણાવ્યું હતું કે, અઢી દાયકાથી રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું સાશન છે જ્યારે વોર્ડ નંબર 5માં 15 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં અનેક વિકાસ કામો થયા નથી. આધુનિક લાયબ્રેરીનું નિર્માણ અને વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા હોવાનો ભાજપ દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ ભાજપનાં દાવાઓ કેટલા પાંચ વર્ષમાં પૂર્ણ થયા અને કેટલો ભષ્ટાચાર થયો સહિતનાં મુદ્દે ચૂંટણી મેદાને ઉતર્યુ છે
સ્માર્ટ સિટીને ન છાજે તેવી પરિસ્થિતી ઇમિટેશન માર્કેટની
દેશ-વિદેશમાં જાણિતી ઇમિટેશન માર્કેટ પણ વોર્ડ નંબર 5નાં પેડક રોડ પર આવેલી છે. પરંતુ સ્માર્ટ સિટીને ન છાજે તેવી પરિસ્થિતી ઇમિટેશન માર્કેટની છે. ઇમિટેશન માર્કેટનાં કારખાનેદારોને પુરતા પ્રમાણમાં પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો. જો કે અંદાજીત 100 કરતા વધુ સોસાયટીઓમાં સ્થાનિક પ્રશ્નો હલ થતા ન હોવાનો કચવાટ છે.
વોર્ડ નં. 5માં મતદારોની સંખ્યા
પુરૂષ-25437
સ્ત્રી-23139
અન્ય-0
કુલ-48494
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.