તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના વોર્ડ નં.18 રણુજાનગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ:સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો, મોટા પ્રોજેક્ટોની સાથોસાથ ડ્રેનેજની સફાઇને પણ પ્રાધાન્ય આપવા માંગ

રાજકોટ8 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
મનપાના અધિકારીઓ જવાબ નથી આપતા- સ્થાનિક
  • મનપાના અધિકારીઓ જવાબ આપતા નથી- સ્થાનિક
  • આ વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ સારા બન્યા હોવાથી લોકોમાં સંતોષ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-18 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે
રાજકોટના વોર્ડ નં. 18ની વાત કરીએ તો આ વોર્ડમાં સૌથી વધુ મધ્યમ વર્ગના વર્ગના લોકો રહે છે. કોઠારીયા ગામમાંથી આ વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ વોર્ડમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને અહીં લોકોએ વસવાટ કર્યો છે. 10થી 15 વર્ષના સમયમાં આ વોર્ડમાં સોસાયટીઓ નિર્માણ પામી છે. આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે તે છે.

સૌથી મોટી સમસ્યા ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે તે છે.
સૌથી મોટી સમસ્યા ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે તે છે.

વોર્ડ નં.18માં આવતા વિસ્તારો
વોર્ડ નં.18માં ન્યુ લાલ બહાદુર સોસાયટી, ધારેશ્વર, અમરનાથ, ગોપાલ પાર્ક, યોગીનગર, આહિર ચોક ,રાધાકૃષ્ણ સોસાયટી, શ્રદ્ધાનગર, લાલ પાર્ક, રંગીલા પાર્ક, કોઠારીયા ગામ, સ્વાતી પાર્ક, કોઠારીયા રોડ, રણુજાનગર પટેલ પાર્ક, ગોકુલ પાર્ક અને વિનોદ નગર આવાસ યોજના સમાવેશ થાય છે.

સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે - સ્થાનિક
સ્થાનિક રમીલાબેન નામના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. નળ કનેક્શન આવ્યા નથી. અનેક સોસાયટીઓમા ચોમાસામા લોકોના ઘરમા પાણી ઘુસી જાય છે. પાણી પૂરતા પ્રમાણમાં મળતુ નથી. વર્ષો પૂર્વે દિવસમાં બે ટાઇમ પાણી મળતું હતું. આજના સમયમાં એક ટાઇમ પણ પૂરતું પાણી મળતું નથી. પીવાના પાણીનો પ્રશ્નહોવાથી અમારે પાણી વેચાતું લેવું પડે છે. ​​​​​​​

સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને ફોગિંગ કોઇ કરતું નથી.
સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને ફોગિંગ કોઇ કરતું નથી.

મનપાના અધિકારીઓ જવાબ નથી આપતા- સ્થાનિક ​​​​​​​
બહાદુરભાઈએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીના ટાંકા આવે છે પણ પાણી પુરું આવતું નથી. અમુક વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન છે. મનપાના અધિકારીઓ જવાબ આપતા નથી, કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી પાણી, રસ્તા અને સારી ડ્રેનેજ સુવિધા પુરી પાડવાની છે. પણ અહીંયા એવું કંઇ નથી. કોર્પોરેશન દ્વારા મોટા પ્રોજેક્ટોની સાથોસાથ ડ્રેનેજની સફાઇને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. અનેક સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને ફોગિંગ કોઇ કરતું નથી. ​​​​​​​​​​​​​​

લોકોને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે.
લોકોને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે.

અમારા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ બની ગયા છે- સ્થાનિક
સ્થાનિક પ્રેમજીભાઇએ જણાવ્યું હતું કે, અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તા તૂટેલા છે. જેથી અમારા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ સહિત આંતરિક રસ્તાઓ બની ગયા છે. આ વિસ્તારમાં સૂચિત સોસાયટી કાયદેસર કરવામાં આવતી નથી તે પ્રશ્ન છે. કોર્પોરેશન દ્વારા બ્રિજ, ગાર્ડનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ, લોકોને પાયાની સવલતો આપવામાં નથી આવી. કોઇને કોઇ કારણ આપીને રોડ કામ પણ પૂરું થયું નથી જેથી લોકોને તૂટેલા રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે.

વોર્ડ નં.18 માં મતદારોની સંખ્યા​​​​​​​
પુરૂષ - 34,465
સ્ત્રી - 30,301
અન્ય - 0
કુલ - 64,766

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો