તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-17 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.
પાણી અને બાગ-બગીચાનો અભાવ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે રાજકોટ મનપાના વોર્ડ નં.17ની વાત કરીએ તો વિકાસના નામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિતમાં પ્રથમ ક્રમાક વોર્ડ નં-17નો આવે છે.જ્યાં સફાઇ, ડ્રેનેજ, પીવાના પાણી અને અંતરિયાળ સ્લમ તેમજ વિસ્તારમાં રોડ-રસ્તાના મુખ્ય પ્રશ્ન છે.
ગંદા પાણીની સમસ્યા-સ્થાનિક
સ્થાનિક મંજુલાબેન રાઠોડે જણાવ્યું હતું કે, આ વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા છે. અમારા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. જ્યાં પીવાનું પાણી મળે છે, તે પાણી દુષિત આવતું હોય છે. ગંદા પાણીની સમસ્યા હોવાથી લોકોને પરેશાની થઇ રહી છે. આ વિસ્તારમાં અત્યંત ધીમા ફોર્સથી પાણી આવે છે. તો બેસવા માટેના બાકડાં-બાગ બગીચાની સુવિધાઓ પણ ઝંખે છે.
પાયાની સવલતોનો અભાવ-સ્થાનિક
સ્થાનિક મુકેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાયાની સવલતો જેવી કે સફાઇ, ડ્રેનેજ, પીવાના પાણી અને અંતરયાળ સ્લમ તેમજ વિસ્તારમાં રોડ-રસ્તાના મુખ્ય પ્રશ્ન છે. અમારા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય થઈ ગઇ છે. અમારા વિસ્તારમાં ભાગ્યે જ એવો કોઇ એવી જગ્યા મળે જ્યાં ડ્રેનેજની સમસ્યા ન હોય, છતાં તંત્રનું ધ્યાન ત્યાં જતું નથી, અહીં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. ઘણી જગ્યાએ વાહન ચલાવવા મુશ્કેલી ઉભી થાય છે, તો ઘણા રસ્તાઓ ઉપર ડામર ઉખડી ગયા છે. જે પરિપૂર્ણ કરવા જનતા નેતાઓ પાસે આશા રાખી રહી છે. સત્તા પક્ષ હોવાથી કોંગ્રેસના કોર્પોરેટર કામ ન થતા હોવાનું કહીને લોકોના કામ ન કર્યા હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.
વોર્ડ નં.17માં આ વિસ્તારોનો સમાવેશ થાય છે
રાજકોટના વોર્ડ નં. 17માં ન્યૂ યોગેશ્વર સોસાયટી, નેહરુનગર, 80 ફુટનો રોડ, પારડી રોડ, ન્યુ રામેશ્વર, અટીકા મેઇન રોડ, હસનવાડી, સહકાર મેઇન રોડ, મોરારીનગર, બાબરીયા કોલોની, સર્વોદય સોસાયટી, બાબરીયાનગર, મ્યુનિસિપલ આવાસ યોજના, ન્યૂ સુભાષનગર, હરિદ્વાર માર્ગ, મિનાક્ષી સોસાયટી, ભારતીનગર, ન્યુ મેઘાણીનગર, રામેશ્વર મેઇન રોડ, દામજી મેપા પ્લોટ, કલ્યાણનગર, સાધના સોસાયટી, ઘનશ્યામનગર, જમનાનગર, ઇન્દિરાનગર, ગુરુજન સોસાયટી, ગુલાબનગર, કિરણ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, અયોધ્યા સોસાયટી, આશાપુરા નગર, સિંદૂરિયા ખાણ, કોઠારીયા રોડ લેબર કોલોની, નારાયણ નગર ઝુપડપટ્ટીનો સમાવેશ થાય છે.
વોર્ડ નં.17 માં મતદારોની સંખ્યા
પુરૂષ- 31,279
સ્ત્રી-29,210
અન્ય-0
કુલ-60,489
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.