તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ વોર્ડ નં.14 સોરઠિયાવાડીનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રસ્તા ઉચા હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસી જાય છે, CCTV કેમેરા નાખવા માંગ

રાજકોટ18 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રસ્તા ઉંચા હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસી જાય છે.
  • અમુક વિસ્તારોમાં રોડ અને રસ્તા તૂટેલા, વારંવાર રસ્તા ખોદી નાખવામાં આવે છે
  • સોરઠિયાવાડી, કેનાલરોડ, મિલપરા, ભક્તિનગર સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-14 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ચોમાસામાં પાણી ઘરમાં ઘૂસી જાય છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે રાજકોટના વોર્ડ નં.14ની વાત કરીએ તો અહીં સૌથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે.આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો રસ્તાઓ ઉંચા હોવાથી ઘરની ઉંચાઇ નીચા બનતા જાય છે. આથી ચોમાસા દરમિયાન પાણી ઘરમાં ઘૂસી જાય છે. આ વિસ્તારમાં પૌરાણિક બજારોનો પણ સમાવેશ થાય છે.

પાણી પુરતું આપવા માંગ
પાણી પુરતું આપવા માંગ

વોર્ડ નં. 14માં આવતા વિસ્તારો
વોર્ડ નંબર 14માં કેનાલરોડ, મિલપરા ,લક્ષ્મીવાડી, ભક્તિનગર સોસાયટી, પુજારા પ્લોટ, કોઠારીયા કોલોની, સોરઠીયાવાડી, લક્ષ્મી વાડી, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ,લલુડી વોકળી, બાપુનગર, કેવડા વાળી, જીલ્લા ગાર્ડન, કુંભારવાડા, જયરાજ પ્લોટ, ગુંદાવાડી, રામનાથ પરા મેઈન રોડ, ધર્મજીવન સોસાયટી, વાણીયા વાડી, દયાનંદ નગર, માસ્તર સોસાયટી, ગીતાનગર, શ્રમજીવી સોસાયટી, ઢોલરીયા નગર, ગાયત્રીનગર, ગોપાલ નગર, આનંદ નગર, કોઠારીયા રોડ અને લીલીસૂકી ખડપીઠ
વિસ્તારોનો સમાવેશ થાય છે.

સોસાયટીમાં ગટર ઉભરાય છે.
સોસાયટીમાં ગટર ઉભરાય છે.

વોર્ડ નં.14માં સીસીટીવી કેમેરા નાખવા માંગ
સ્થાનિક હસમુખભાઇ કનસારાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના કોર્પોરેટરો જવાબ આપે છે અને કામ પણ કરે છે. અલગ અલગ પ્રશ્નોને લઇને લોકોના અમને ફોન આવે છે. કોર્પોરેટરો પાયાની સુવિધાઓના કામ કરે છે. અમારા વિસ્તારમાં સીસીટીવી કેમરા નાખવાની જરૂર છે. દર વર્ષે રસ્તાઓ ઉંચા થાય છે અને ઘર નીચા થઈ જાય છે. અમારા વિસ્તારમાં વિકાસ થાય છે. સુનિતાબેને જણાવ્યું હતું કે, રસ્તા પાસે બમ્પ મુકવા જરૂર છે. અમુક વિસ્તારોમાં રોડ અને રસ્તા તૂટેલા છે તેમજ વારંવાર રસ્તા ખોદી નાખવામાં આવે છે. કોર્પોરેટરોએ બ્લોકમાં કામ સારા કર્યા છે.

રસ્તા પર ગંદકી જોવા મળે છે.
રસ્તા પર ગંદકી જોવા મળે છે.

ઉંચા રસ્તાના કારણે મકાનમાં પાણી ઘૂસી જાય છે
પરાગભાઇએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હજી નવા રોડ અને રસ્તાઓ બનાવવાની જરૂર છે. અલગ અલગ કંપનીઓ વારંવાર રોડ-રસ્તા તોડી નાખે છે. મનપામાં ભાજપનું શાસન અને કોર્પોરેટર પણ ભાજપના છે. અમુક સોસાયટીઓમા ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. હવે નવી પાઈપલાઈન નાખવાના આવે છે, ઉંચા રસ્તાના કારણે મકાનમાં પાણી ઘૂસી જાય છે.

વોર્ડ નં.14માં મતદારોની સંખ્યા
પુરૂષ-30884
સ્ત્રી-29696
અન્ય-1
કુલ-60581

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો