તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ વોર્ડ નં.13 નવલનગરનો ગ્રાઉન્ડ રિપોર્ટ:પીવાના પાણીની સમસ્યા, અંતરિયાળ વિસ્તારમાં રોડ-રસ્તા અને સફાઇનો અભાવ, CCTV કેમેરા લગાવવા માંગ

રાજકોટ17 દિવસ પહેલા
રાજકોટના વોર્ડ નં.13માં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
  • નવલનગર, ગોકુલધામ, ખોડિયારપરા, ગુરૂપ્રસાદ ચોક, વિનાયકનગરનો સમાવેશ
  • વોર્ડ નં.13ના મુખ્ય વિસ્તારમાં CCTV કેમેરા અને સારા આરોગ્ય કેન્દ્રની માંગ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-13 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

રોડ-રસ્તા અને સફાઇનો મુખ્ય પ્રશ્ન
રાજકોટ મનપાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નં.13ની વાત કરીએ તો આ વિસ્તારમાં લેઉવા પાટીદારોનું પ્રભુત્વ વધારે છે. આ વોર્ડમાં 87 હજારથી વધારે મતદારોની સંખ્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર અને એક ભાજપના કોર્પોરેટર ગત ટર્મમાં જીત્યા હતા. વોર્ડ નં.13ના વિસ્તારોમાં પીવાના પાણી અને અંતરિયાળ વિસ્તારમાં રોડ-રસ્તા અને સફાઇનો મુખ્ય પ્રશ્ન છે.

પાણીનો પ્રશ્ન વર્ષો જૂનો.
પાણીનો પ્રશ્ન વર્ષો જૂનો.

વોર્ડ નં.13માં આવતા વિસ્તારો
વોર્ડ નં.13માં પીડીએમ કોલેજની આસપાસનો વિસ્તાર, સ્વામિનારાયણ ચોક, દોશી હોસ્પિટલ વિસ્તાર, નવલનગર, ગોકુલધામ, ખોડિયારપરા, ગુરૂપ્રસાદ ચોક, વિનાયકનગર, આનંદ બંગલા ચોક, ઉદ્યોગનગર, એસટી વર્કશોપ, અંબાજી કડવા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પીવાના પાણીની મુખ્ય સમસ્યા છે.

ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવી જાય છે.
ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવી જાય છે.

સીસીટીવી કેમેરા લગાવવાની માંગ- સ્થાનિક
સ્થાનિક અશ્વિનભાઇ આહિરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પીવાના પાણી અને અંતરિયાળ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રોડ-રસ્તા અને સફાઇનો મુખ્ય પ્રશ્ન છે. આ પ્રશ્નો ઉકેલવા માટે લોકો નેતાઓ પાસે આશા રાખી રહ્યાં છે. ઉપરાંત મુખ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને સારા આરોગ્ય કેન્દ્રની માંગ કરવામાં આવી રહી છે. આ વર્ષે મનપાની ચૂંટણીમાં રાજકોટ વોર્ડ નં.13માં 4 પૈકી એક બેઠક ઓબીસી મહિલા અનામત નક્કી કરવામાં આવી છે.

રસ્તાના કામ પણ અધૂરા.
રસ્તાના કામ પણ અધૂરા.

વોર્ડ નં. 13માં મચ્છરોનો ઉપદ્રવ
મનોજભાઇએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ખુલ્લી ગટરોના ત્રાસને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. શિયાળાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવથી લોકો હેરાન પરેશાન છે. તેમજ અમારા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો મગાવવા પડે છે. સરોજબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રના અભાવના કારણે નાની-મોટી બીમારી માટે મોટી હોસ્પિટલમાં જવું પડે છે.

વોર્ડ નં.13માં મતદારોની સંખ્યા
પુરૂષ-30343
સ્ત્રી-28097
અન્ય-0
કુલ-58440

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો