તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-12 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.
રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને ગંદકીની સમસ્યા
વોર્ડ નં. 12માં સ્થાનિકોની મુખ્ય સમસ્યા નગર એટલે કે નળ,ગટર અને રસ્તાને લગતી છે. આ વોર્ડ કોંગ્રેસે કબ્જે લીધો છે. કોર્પોરેટરોનો પણ આક્ષેપ છે કે, શાસકો દ્વારા વોર્ડના કામોમાં અડચણ નાખવામાં આવે છે. છતાં વોર્ડમાં પુરેપુરી ગ્રાન્ટ વાપરવામાં આવી છે. પેવિંગ બ્લોકના કામ ઘણા કર્યા છે. અને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં મહદ અંશે સફળતા મેળવી છે. સારા કામની વાત કરીએ તો બાપા સિતારામચોકથી ઉમિયા ચોકમાં સિમેન્ટ રોડ બનાવવા, નવી આંગણવાડી તથા કમ્પાઉન્ડ હોલ બનાવી આપવામાં આવ્યો છે
આ વોર્ડમાં નવા રસ્તાઓ બનાવવાની માંગ
સ્થાનિકોની માંગ છે કે, સોસાયટી અને અમુક વિસ્તારના રસ્તા ખખડધજ હાલતમાં છે. ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય પુરતો વેરો ભરવા છતાં પીવાના પાણીની સમસ્યા છે. સાથોસાથ ગંદકી અને રસ્તાની આજુબાજુમાં સફાઇની કામગીરી આંખે ઉડીને વળગે છે.
સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ થઇ જાય છેઃ સ્થાનિક
સ્થાનિક વસંતભાઇએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં ખખડધજ રોડ છે. સ્ટ્રીટ લાઇટમાં વારંવાર બંધ થઇ જાય છે. જેને લઇ અકસ્માતનો ભય રહે છે. મોહિતભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરોએ ચૂંટણી સિવાય વિસ્તારમાં ચક્કર લગાવ્યા નથી. મત માગવા સમયે ઠાલા વચનો આપ્યા છે. સ્વચ્છ રાજકોટની વાત કરતા કોર્પોરેટરોએ ક્યારેક વિસ્તારની શેરી-ગલીઓમાં ચક્કર લગાવવા જોઇએ
ડિજિટલ ભારતની માત્ર વાતો થઇ રહી છેઃ સ્થાનિક
ભાર્ગવભાઇ પરીખે જણાવ્યું હતું કે, ડિજિટલ ભારતની વાતો થઇ રહી છે. અનેક કોર્પોરેટરો પુરી ગ્રાન્ટ પણ વાપરતા નથી. ત્યારે સોસાયટીમાં અને વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા જોઇએ.
વોર્ડ નંબર-12ના મતદારોની સંખ્યા
પુરૂષ- 31000
સ્ત્રી-28028
અન્ય- 3
કુલ- 59031
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.