તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં મતદારોને રીઝવવા પ્રયાસ, ભાજપનાં ભજિયાં, કોંગ્રેસનું ચાપડી-શાક, આપનાં ગાંઠિયા-છાશ, સોસાયટીઓમાં સાંજે લોકોના રસોડા બંધ

રાજકોટ23 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકીય પક્ષોના રસોડા શરૂ થતાં રાજકોટમાં સોસાયટીઓમાં લોકોના સાંજના રસોડા બંધ.
  • DivyaBhaskarએ સ્થળ પર જઈને જોયું તો લોકો જમવા માટે પડાપડી રહ્યા હતા
  • કોના બાપની દિવાળી, રસ્તા પર બેસી લોકોએ ગાંઠિયા, ભજિયાં, ચાપડી-શાકની જિયાફત માણી

સૌરાષ્ટ્રમાં ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષો મતદારોની તાસીર ઓળખી જાય છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર રસોડા શરૂ કરી દેવામાં આવે છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજકોટમાં મનપાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોએ ઠેર ઠેર રસોડા શરૂ કરી દીધા છે. DivyaBhaskarએ શહેરમાં વોર્ડ નં.18માં ચાલતા રસોડા પર પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ભાજપ ભજિયાં, કોંગ્રેસ ચાપડી-શાક અને આપ ગાંઠિયા-છાશનો જમણવાર કરી રહ્યા છે. રાજકીય પક્ષોના જમણવારમાં સોસાયટીઓમાં લોકોએ સાંજના રસોડા બંધ કરી દીધાનું જાણવા મળ્યું હતું.

લોકો જમવા માટે પડાપડી કરી રહ્યા હતા
રાજકીય પક્ષોના આ જમણવારમાં કોના બાપની દિવાળી જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. લોકો ભજિયાં, ગાંઠિયા, ચાપડી-શાકની જિયાફત ઉડાવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. લોકો રસ્તા પર બેસી જમી રહ્યા હતા. રાજકોટમાં વિધાનસભા, લોકસભા કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે લોકોનો સાંજના જમણવારનો ખર્ચ બચી જાય છે. રાજકીય પક્ષોના જમણવારમાં પહોંચી જાય અને પેટ ભરીને ભોજન આરોગે છે.

રસ્તા પર લોકોએ ભોજન કર્યું.
રસ્તા પર લોકોએ ભોજન કર્યું.

કોંગ્રેસનું ચાપડી-શાક આરોગ્યું, હવે ભાજપનાં ભજિયાં આરોગીશું- લોકો
લોકોએ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનું ચાપડી-શાક આરોગ્યું અને કાલે ભાજપનાં ભજિયાંની મજા માણીશું. જોકે મત કોને આપીશું એ અંગે પૂછતાં લોકોએ મૌન સેવી લીધું હતું. હાલ તો લોકો મત ક્યાપક્ષને આપશે એનું વિચાર્યા વગર જમણવારમાં જલસા કરતા જોવા મળ્યા હતા.

વોર્ડ નં.18માં ઉમેદવારોએ રસોડા શરૂ કરતાં લોકોએ જિયાફત માણી.
વોર્ડ નં.18માં ઉમેદવારોએ રસોડા શરૂ કરતાં લોકોએ જિયાફત માણી.

રાજકીય પક્ષોના જમણવારમાં કોરોના ગાઇડલાઇન્સનો ઉલાળ્યો
રાજકીય પક્ષોના જમણવારમાં કોરોનાની ગાઇડલાઇન્સનો ઉલાળ્યો જોવા મળ્યો હતો. લોકોએ દો ગજ કી દૂરી ભૂલી માત્ર જમણવારમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જમણવારમાં નાનાં બાળકોથી માંડી વૃદ્ધ લોકો પણ જોવા મળ્યાં હતાં. જમણવારની લાલચ આપી આટલી ભીડ એકત્રિત કરી રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવી ચર્ચા ઊઠી હતી. જમણવારમાં મોટા ભાગના લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા.

કોના બાપની દિવાળી જેવાં દૃશ્યો જોવા મળ્યાં.
કોના બાપની દિવાળી જેવાં દૃશ્યો જોવા મળ્યાં.

ઉમેદવારના કાર્યાલયમાં ચા-પાણીની કીટલી ફરતી રહે છે
ઉમેદવારના કાર્યાલય પર ચા-પાણીની કીટલી ફરતી રહે છે. રોજ સેંકડો કપ ચા પીવાય છે. કોઈપણ મહત્ત્વની વ્યક્તિ કે કાર્યકર દેખાય કે તરત ચાની કીટલી હાજર થઇ જાય છે. સાંજ ઢળ્યે નાસ્તાની પ્લેટ પણ આવી જાય છે. રાજકોટમાં ચૂંટણી લડી રહેલાઓના કાર્યાલયમાં દરરોજ રાતે વાનગીઓની મહેફિલો શરૂ થઈ ગઈ છે. તાવા પાર્ટીઓનું પણ જોરદાર આકર્ષણ કાર્યકરોને રહે છે. રાજકોટના ભદ્ર વિસ્તારોની 100થી 200 પરિવારોના રહેણાક ધરાવતી સોસાયટીઓમાં પણ સિસ્ટમેટિક ડિનર ડિપ્લોમસીઓ શરૂ થઈ છે.

કોંગ્રેસના ચાપડી-શાકના જમણવારમાં લોકોની પડાપડી.
કોંગ્રેસના ચાપડી-શાકના જમણવારમાં લોકોની પડાપડી.

ચાઇનીઝ કે પંજાબી આઈટેમો પણ ડિમાંડમાં રહે છે
ઉમેદવારના કોઈ ટેકેદાર આવીને પાર્ટીનું નક્કી કરી જાય અને રાત પડે કે તરત કેટરિંગ સર્વિસવાળા આવીને ફટાફટ વાનગીઓ બનાવી નાખે છે. જમણવાર શરૂ થાય કે થોડીવારમાં ઉમેદવાર પ્રચાર માટે આવી જાય અને થોડી ભાષણબાજી પછી કાર્યક્રમ પૂરો થઈ જાય છે. ડિનર પાર્ટીમાં પરંપરાગત દેશી વાનગીઓ ઉપરાંત ચાઈનીઝ કે પંજાબી આઈટેમો પણ ડિમાંડમાં રહે છે.

રાતે ખાણી-પીણી ચૂંટણી કાર્યાલય પર આમ વાત
હાલ પ્રથમ તબક્કે માત્ર મુખ્ય કાર્યાલય પર તાવડા મંડાયેલા રહે છે, પણ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય તેમ જેટલા કાર્યાલય ખૂલે ત્યાં તાવડા મંડાય છે. રાતે ખાણી-પીણી ચૂંટણી કાર્યાલય પર આમ વાત રહે છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની ભજિયાં કે ગાંઠિયા પાર્ટીઓ ઉપરાંત વરાળીયું કે ઘૂંટો જેવી પરંપરાગત ગ્રામીણ વાનગીઓ વાડીઓમાં બને છે અને જૂથ સભાઓ થઈ જાય છે. તાવો પણ ફેવરિટ વાનગી છે. બટાકાપૌવા, ચિપ્સ જેવી વાનગીઓ પણ બને છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો