તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંગીત થેરાપી:રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંગીતના સથવારે રોગને ભૂલાવવા અગ્રેસર, સ્ટાફના લોકોએ PPE કીટમાં રાસ લીધા, દર્દીઓ પણ ઝૂમી ઉઠ્યા

11 દિવસ પહેલા
  • ગીત-સંગીતની સાથે મન હળવું બને તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે

રાજકોટમાં એક તરફ કોરોનાથી ભયનો માહોલ સર્જાય રહ્યો છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને કોરોના સામે લડવા માટે અને દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે ડોક્ટર્સ ટીમ અનોખી સેવા કરી રહી છે. જેમાં વિવિધ ગીતો પર સ્ટાફ સાથે દર્દી ઝૂમી ઉઠ્યા હતા. જેમાં રાજકોટ સમરસ હોસ્ટેલના કાઉન્સિલર દ્વારા ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા વીડિયો હાલ સામે આવ્યા છે. આ ઉપરાંત સિનર્જી હોસ્પિટલમાં દર્દી કિશોર ભટ્ટ દ્વારા હાર્મોનિયમના તાલે સુમધૂર સંગીત પીરસવામાં આવી રહ્યું છે.

સ્ટાફનાં લોકોએ PPE કીટમાં રાસ લઈ દર્દીઓને રોગ ભૂલાવવા પ્રયાસ
રાજકોટની સમરસ હોસ્ટેલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીની તબીબો તો સારવાર આપી જ રહ્યા છે. પરંતુ સાથેસાથે દર્દીઓ માનસિક તણાવ ન અનુભવે તે માટે ખાસ કાઉન્સિલર ટીમ મૂકવામાં આવી છે. આ ટીમમાં કાર્યરત સ્ટાફનાં લોકોએ PPE કીટ પહેરી રાસ લઈ દર્દીઓને મનોરંજન પુરુ પાડીને તેમનો રોગ ભૂલાવવા પ્રયાસ કર્યો હતો.

દર્દીઓ પણ પોતાનું દુઃખ ભૂલી બેડ પર બેઠા-બેઠા ઝૂમી ઉઠ્યા
જે રીતે વીડિયો સામે આવ્યા છે તેમાં કાઉન્સિલર ટીમ દ્વારા દર્દી સાથે ખૂબ પ્રેમાળ અને હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે. આ સમયે દર્દીઓ પણ પોતાનું દુઃખ ભૂલી બેડ પર બેઠા-બેઠા ઝૂમી ઉઠ્યા હતા. આ સમયે કાઉન્સિલર એક રૂમમાં વૃદ્ધ દર્દીઓ પાસે ભજન કીર્તન કરતા અને ગરબે ઘૂમતા વીડિયો સામે આવ્યા છે. જેમાં કાઉન્સિલર ટીમના ઉત્સાહને જોઇ દર્દી રોગ ભૂલી અને ભજન અને કીર્તનમાં મગ્ન થઇ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો