કોરોના રાજકોટ LIVE:16 દિવસથી રાજકોટ કોરોનામુક્ત, એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 158 અને તાવના 78 કેસ નોંધાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી. - Divya Bhaskar
મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી.
  • ગરમીને કારણે એક અઠવાડિયામાં ઝાડા-ઉલ્ટીના 104 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં છેલ્લા 16 દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આથી શહેર કોરોનામુક્ત બનતા આરોગ્ય વિભાગ પણ રાહત અનુભવી રહી છે. અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63690 પર પહોંચી છે. બીજી તરફ અસહ્ય ગરમીને કારણે ઋતુજન્ય રોગચાળામાં વધારો થયો છે. જેમા એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 158, તાવના 78 અને ઝાડા-ઉલ્ટીના 104 કેસ નોંધાયો છે. તેમજ ચાલુ વર્ષમાં મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.

શહેરના આટલા વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરાઇ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીન દ્વારા ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ એક અઠવાડિયામાં સૈફી કોલોની (બેડી૫રા), રેલનગર, રાધેક્રિષ્ના પાર્ક, મહેશ્વરી સોસા., જંગ્લેશ્વર સોસા. શેરી નં. 1થી 31, એકતા કોલોની, સોનીબજાર, રાધામીરા પાર્ક, મોરબી રોડ, ક્રાંતિ એગ્રો રોડ નં.237- આજી જી.આઇ.ડી.સી., કનકનગર, ખત્રીવાડ, ભગવતી૫રા, હુડકો કવાટર્સ, રામનાથ૫રા, ભવાનીનગર, પો૫ટ૫રા, નવયુગ૫રા, વંદે માતરમ સોસા., વાસ યોજના વાલ્મિકી વાડી, હંસરાજનગર, ગાયકવાડી મેઇન રોડ, રાજીવનગર, ગુંદાવાડી, ભક્તિનગર સોસા. સહિતના વિસ્તારોને ફોગિંગની કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.

મચ્છર ઉત્પતિ બદલ 277 આસામીને નોટિસ
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટિસ તથા વહીવટી ચાર્જ વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ એક અઠવાડિયામાં રહેણાંક સિવાય અન્ય 302 બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેની મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 277 આસામીને નોટિસ આપવામાં આવી હતી.