રાજકોટ સહકારી ડેરીને ઇન્કમટેક્સ વિભાગે 173 કરોડના વ્યવહાર અંગે નોટિસ ફટકારી છે. આથી ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રજૂઆત કરી છે. તેમજ સહકાર વિભાગના મંત્રીને પણ રજૂઆત કરી છે. ડેરી દ્વારા રજાના દિવસોમાં 103 કરોડનો રોકડમાં વ્યહાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે રાજકોટ ડેરી દ્વારા ઇન્કમટેક્સ વિભાગની અપીલમાં તમામ માહિતી અપાશે.
2018-19માં રજાના દિવસોમાં રોકડ વ્યવહાર થયો હતો
રાજકોટ ડેરી દ્વારા 2018-19ના વર્ષમાં શનિ-રવિની જાહેર રજામાં રોકડ વ્યવહાર થયો હતો. 103 કરોડના વ્યવહાર સામે 173 કરોડની નોટિસ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવી છે. આથી કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહને મળી રજૂઆત કરવામાં આવી છે. ગોરધન ધામલિયાએ જણાવ્યું હતું કે, અમે ઇન્કમટેક્સ વિભાગના કમિશનરને પણ મળ્યા છીએ. તેઓ કહે છે કે, રોકડમાં વહીવટ ન કરી શકાય. પરંતુ શનિ અને રવિવારે બેંકો બંધ રહેતી હોવાથી અમે શું કરીએ. અમે 8 મહિના પહેલા જ રોકડ વ્યવહાર બંધ કરી દીધો છે.
ધામેલિયા સાથે પોરબંદરના સાંસદ હાજર રહ્યા
સહકારી સંસ્થાને ઇન્કમટેક્સ વિભાગે વસુલાતની નોટિસ ફટકારતા ગોરધન ધામેલિયા ડાયરેક્ટ દિલ્હી અમિત શાહને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. સાથે પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા અને જેતપુર પ્રિન્ટ એન્ડ ડાઇંગના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા સાથે હાજર રહ્યા હતા. વર્ષ 2018-19માં થયેલા રોકડ નાણાંકીય વ્યવહારોનો ઇન્કમટેક્સ વિભાગે હિસાબ માંગ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.