PMના આગમન પૂર્વે SRP મેનનું ફાયરિંગ:રાજકોટમાં કોન્સ્ટેબલે પોલીસ મથકમાં ધડાકા કર્યા અન્ય પોલીસકર્મીઓ માંડ બચ્યા,ડિપ્રેશન કારણભૂત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં આજે PM નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે રાજકોટનાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ઉપરના માળે આવેલ બેરેકમાં રહેતાં અને પૂર્વ ગૃહમંત્રીના કમાન્ડો તરીકે ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ રમેશ કોલીએ પારિવારિક ઝઘડાના કારણે ડિપ્રેશનમાં આવી પોલીસ મથકની અંદર જ રાયફલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી કર્યું હતું. જેને પગલે અન્ય પોલીસકર્મીઓના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ રમેશ વિરુદ્ધ મથકમાં કલમ 286 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા ત્રણ માસથી રાજકોટ ખાતે પોસ્ટિંગ
બનાવની વધુ વિગતો અનુસાર,ગોંડલ કંપની SRP ગ્રુપમાં ફરજ બજાવતા ASI તૈયબભાઇ ઇસાભાઈ જુણાચએ પોલીસ કોન્સ્ટેબલ રમેશ કોલી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, ગત તા.18/10 ના રોજ પોણા નવેક વાગ્યાના અરસામાં મારા ફોન પર અનિરુધ્ધસિંહ જાડેજાનો ફોન આવ્યો અને તેઓએ મને જણાવ્યુ કે,અમારી સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેની બેરેકમાં રહેતા રમેશભાઈ રામાભાઈ કોલીએ ફાયરીંગ કર્યું છે. તમે તાત્કાલીક અહીયા આવો.જેથી હું તાત્કાલીક PI સરવૈયાને સાથે લઈને બી ડિવીઝનઝની બેરેક ખાતે આવેલ હતા.ત્યા પલંગ પર SRP મેન રમેશભાઈ કોલી બેસેલ હતા અને તેને ફાળવવામાં આવેલ ઈન્સાસ રાઈફલ ગંગુભાઈ કોલી પાસે હતી.તેમજ મેગ્ઝીન સહીત રાઉન્ડ જે અનિરુધ્ધસિંહ જાડેજા પાસે હતા.

એક રાઉન્ડ બેરેકના છત્ત ઉપર ફાયર કર્યું
બનાવ અંગે ગંગુભાઈ કોલી તથા અનીરુઘ્ધસિંહ જાડેજા તથા સાથે રહેતા SRP મેન પાસે બનાવ અંગેની વિગત જાણતા બનાવ એવો છે કે,તા.18/10 ના રોજ આ રમેશભાઈની ફરજ સવારના 6 થી કલાક સાડા દસ સુધી ફરજ પુર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયાના એસ્કોર્ટ ડ્યુટીમાં ફરજ હતી ફરજ પુરી કર્યા બાદ પોલીસમેન બેરેક પર હાજર હતા અને ગઈકાલે રાત્રીના સાડા આઠ વાગ્યે પોલીસ મેન દ્વારા પોતાની પાસે રહેલા ઈન્સાસ રાઈફલમાં રાઉન્ડથી લોડ રહેલ મેગ્ઝીન જે રાયફલમાં ચડાવી અને પોતાના પારીવારીક ટેંન્સનના કારણે એક રાઉન્ડ બેરેકના છત્ત ઉપર ફાયર કરતા ગોળી છત્ત પર વાગેલ હોય જેથી બાજુમાં રહેલ પોલીસમેન ગંગુભાઈ દ્વારા રાયફલ ઝુટવી લેવામાં આવેલ હતી તેમજ પોલીસમેન ગંગુભાઈ કોલી દ્વારા રાયફલનુ રાઉન્ડ સહીતનું મેગ્ઝીન કાઢી લઈ અનીરુધ્ધસિંહ જાડેજાને આપી દિધેલ હતુ.આ વખતે આ બેરેકમાં છ થી સાત એસ.આર.પી પોલીસ હાજર હતા.

પારિવારિક પ્રશ્નોને કારણે તેઓએ ફાયરિંગ કર્યું
પોલીસમેન રમેશભાઈ કોલીને ફરજ માટે કંપની ઓફીસમાંથી ઈન્સાસ રાયફલ બટ નં-345 ઈશ્યુ કરવામાં આવેલી હતી તથા સાથે 20 રાઉન્ડ ઈશ્યુ કરવામાં આવેલ હોય તે ઈન્સાફ રાયફલથી પોલીસમેન દ્વારા પારીવારીક પ્રશ્નોના કારણે ડિપ્રેશનમાં આવી અને તેની સાથેના પોલીસકર્મીઓની જીંદગી પણ જોખમમાં મુકાય તે રીતે બેદરકારીથી રાયફલમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હતું. રમેશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધી બી ડિવિઝન પીઆઇ આર.જી.બારોટ અને રાઈટર મહેશભાઈ રૂડાતલાએ તપાસ કરતા રમેશભાઈ કોળી મૂળ કચ્છના ધોળાવીરાના વતની છે 10 વર્ષથી SRPમાં ફરજ બજાવે છે તેમને નિયમિત રજા પણ મળતી હતી તેમજ પરંતુ પારિવારિક પ્રશ્નોને કારણે તેઓએ ફાયરિંગ કર્યું હતું.