તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Congress Sent An Application To The Collector Alleging That EVM Was Not Secure As WiFi Named NAMO Was Being Seized In Strongroom.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:રાજકોટમાં કોંગ્રેસે સ્ટ્રોંગરૂમમાં NAMO નામનું વાઈફાઈ પકડાતું હોવાથી EVM સુરક્ષિત નથીના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું

રાજકોટ5 દિવસ પહેલા
પુરાવા સાથે કોગ્રેસના નેતા કલેક્ટર પાસે પહોંચ્યા હતા
  • પુરાવા સાથે કોગ્રેસના નેતા કલેક્ટર પાસે પહોંચ્યા, વાઈફાઈથી EVMમાં ચેડાં થવાના આક્ષેપો કર્યા

રાજકોટમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરીને મૂકવામાં આવ્યા છે. પરંતુ હજી પણ EVM સુરક્ષિત ન હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં EVM જ્યાં રાખવામાં આવ્યા છે તે વિસ્તારમાં NAMO નામનું વાઈફાઈ પકડાતું હોવાનું પણ કોંગ્રેસનાં આગેવાનો-નેતાઓએ આક્ષેપો કર્યા છે અને આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રાજકોટમાં તટસ્થ રીતે ચૂંટણી યોજાઈ રહી નથી- કાર્યકારી ઉપપ્રમુખ
આ અંગે મીડિયા સાથે વાત કરતા રાજકોટ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મુક્ત અને તટસ્થ રીતે ચૂંટણી યોજાઈ રહી નથી. ભાજપ પોતાની સત્તાનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. અમે લોકોએ તપાસ કરી હતી. જેમાં વાઈફાઈથી જ EVMમાં ચેડાં થતા હોય તેવી સંભાવના છે કારણ કે ત્યાં બધાના ફોનમાં NAMO નામનું વાઈફાઈ પકડાતું હતું. જો સ્ટ્રોંગરૂમ નજીક NAMO વાઈફાઈ પકડાય તો EVM ક્યાંથી હોય? લોકશાહીમાં વિરોધ પક્ષ પ્રબળ હોવો આવશ્યક છે. માટે અમે આજે કલેકટરને આ અંગે રજુઆત કરી છે. આ સાથે જ EVM અને તેમાં રહેલા મતો સાથે કોઈ પણ ચેડાં ન થાય એ માટે આસપાસ જામર મૂકવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ પ્રદીપ ત્રિવેદી
રાજકોટ કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ પ્રદીપ ત્રિવેદી

તમામ EVMને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવ્યા છે
જો કે ભાજપે જણાવ્યું હતું કે, શહેરના તમામ 18 વોર્ડની 72 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવો નિશ્ચિત છે. અને કોંગ્રેસનાં નેતાઓ હાર ભાળી ચુક્યા છે. એ કારણે જ પોતાની હારનું ઠીકરું EVM ઉપર ફોડવા માટે કોંગ્રેસ દ્વારા આવા ગતકડાં લાવવામાં આવી રહ્યાં છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં જ વહીવટી તંત્ર દ્વારા તમામ EVMને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવ્યા છે. અને ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી છેડછાડનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી.

બધાના ફોનમાં NAMO નામનું વાઈફાઈ પકડાતું હતું
બધાના ફોનમાં NAMO નામનું વાઈફાઈ પકડાતું હતું
કોંગ્રેસનાં આગેવાનો-નેતાઓએ આક્ષેપો કર્યા છે
કોંગ્રેસનાં આગેવાનો-નેતાઓએ આક્ષેપો કર્યા છે
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો