તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં ભંગાણ:રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું, કહ્યું- વચેટિયા મારફત 3થી 5 લાખમાં ઉમેદવારની ટિકિટ વેચાય છે

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં કોંગ્રેસ આગેવાન ડો.દિનેશ ચોવટીયાએ રાજીનામું આપ્યું (ફાઇલ તસવીર). - Divya Bhaskar
રાજકોટમાં કોંગ્રેસ આગેવાન ડો.દિનેશ ચોવટીયાએ રાજીનામું આપ્યું (ફાઇલ તસવીર).
  • કોંગ્રેસના સિનિયર આગેવાન ડો.દિનેશ ચોવટીયા ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા

રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો. દિનેશ ચોવટીયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી તમામ હોદા પરથી રાજીનામું આપ્યું છે. તેઓએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં સિનિયરોની અવગણના થતી હોવાના કારણે કોંગ્રેસ પક્ષના તમામ હોદા પરથી રાજીનામું આપ્યું છે. વચેટિયા મારફત 3થી 5 લાખમાં ઉમેદવારની ટિકિટ વેચાય છે.

મનપામાં રૂપિયાથી ટિકિટ વેચાય છે- દિનેશ ચોવટીયા
દિનેશ ચોવટીયાએ કોંગ્રેસના મવડી મંડળ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મનપાની ચૂંટણીમાં વચેટીયા મારફત પૈસા ઉઘરાવવામાં આવ્યા છે. ટિકિટ દીઠ 3થી5 લાખની ઉઘરાણી કરવામાં આવી છે. ટિકિટની ફાળવણી પૈસાથી થાય છે. સગાવાગ અને પૈસાદાર નેતાઓને મહત્વ મળે છે. ગુજરાત કોંગ્રેસમાં ભાગલાવાદી નીતિ અને કોઈ સાંભળતું નથી. રાજકોટ મનપામાં ટિકિટની વહેંચણી થાય છે. મનપામાં રૂપિયાથી ટિકિટ વેચાય છે. એન્જટો થ્રુ વહેંચણી થાય છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી હતી
ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે ડો.દિનેશ ચોવટીયા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ગોવિંદ પટેલ સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમને હાર મળી હતી. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસ દ્વારા પાટીદાર આગેવાનોને મેદાને ઉતારવામાં આવ્યા તેમાના એક હતા. દિનેશ ચોવટીયા કોંગ્રેસના સિનિયર આગેવાનની સાથોસાથે લેઉવા પાટીદાર સમાજના સૌથી મોટા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી ચૂક્યા છે. વર્ષ 2010થી 2017 સુધી તેઓ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા તેઓએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું.

દિનેશ ચોવટીયા ભાજપમાં જોડાય તેવી શકયતા
રાજકોટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દિનેશ ચોવટીયાએ રાજીનામું આપતા અનેક રાજકીય સમીકરણો ચર્ચાય રહ્યા છે. દિનેશ ચોવટીયાએ રાજીનામું આપ્યા બાદ પક્ષમાં સિનિયરોની અવગણનાનું બહાનું તો આપ્યું છે. પરંતુ આ સાથે તેઓ ભાજપમાં જોડાય તેવી પુરેપુરી શક્યતા સેવાઇ રહી છે.

ગોંડલમાં કોંગ્રેસના લઘુમતિ સેલના પ્રમુખે રાજીનામું આપ્યું
ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. કોંગ્રેસના લઘુમતિ સેલના પ્રમુખ ઇમ્તિયાજ શેખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ઈમ્તિયાઝ શેખ નારાજ થયા હતા. આથી તેઓએ રાજીનામું આપી કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો